ભરૂચ,
ભરૂચ જીલ્લાની લોકસભાની બેઠક સૌથી વધુ રસપ્રદ બની રહી છે અને આ વખતે આ બેઠક ઉપર કોંગ્રેસ અને આપ ગઠબંધન કરી ભાજપ પાસેથી બેઠક છીનવા માટેના તમામ પ્રયાસ કરી રહ્યું છે.પરંતુ આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈ કોંગ્રેસના જ પાયાના હોદ્દેદારો અને સોનિયા ગાંધીના અંગત સલાહકાર મર્હુમ અહમદ પટેલના પુત્રી અને પુત્ર પણ નારાજ હોવાના કારણે હજુ પણ ફૈઝલ પટેલને આ બેઠક ઉપર ઉમેદવારી કરવાનો મોકો મળે તેવી આશાઓ વ્યક્ત કરી રહ્યા છે.
રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય નેતાઓ પણ પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે અને ઉમેદવારોને લઈને પણ અનેક લોકોમાં રાજકીય માહોલ જામ્યો છે.ત્યારે ભરૂચ લોકસભાની બેઠક ઉપર ભાજપે ૬ ટર્મથી સાંસદ મનસુખ વસાવાને યથાવત રાખ્યા છે અને આ વખતે તેમને ઉમેદવારી કરવાનો મોકો મળે છે કે કેમ તે સવાલો વચ્ચે હાલ કોંગ્રેસ અને આપ ગઠબંધનને લઈ સતત ચર્ચામાં રહ્યું છે આપ અને કોંગ્રેસના ગઠબંધનથી ભરૂચ જીલ્લો કોંગ્રેસ મુક્ત બની જાય તેવા ભય વચ્ચે કોંગ્રેસ અગ્રણીઓ હોદ્દેદારો હાય કમાન્ડથી નારાજ હોવાનું માનવામાં આવે છે.આ બેઠક ઉપર મર્હુમ અહમદ પટેલના પુત્ર અને પુત્રી ઉમેદવારી કરવા માટે ઉત્સુક હતા સાથે અન્ય ઉમેદવારો પણ ઉમેદવારી કરવા માટે ઉત્સુક હતા.પરંતુ કોંગ્રેસ અને આપના ગઠબંધનને લઈ કોંગ્રેસીઓ ફરી એકવાર આક્રોશ સાથે નારાજ જોવા મળી રહ્યા છે.
મર્હુમ અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે પણ ગઠબંધનને લઈ હજુ આ હાઈ કમાન્ડને મનાવવાના પ્રયાસ કરીશું અને ભરૂચ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસને ઉમેદવારી કરવાનો મોકો મળે અને હું પોતે આ બેઠક ઉપરથી ચૂંટણી લડવું તેવા પ્રયાસ કરવા માટે દિલ્હી પહોંચનાર હોવાનું કહ્યું હતું.
– ૧૫ દિવસ પહેલા ચૈતર વસાવાનું પૂતળું બાળનારા કોંગ્રેસીઓ જ તેમને જીતાડવા પ્રચાર કેવી રીતે કરી શકે?
ભરૂચ જીલ્લામાં ચૈતર વસાવાએ અગાઉ ૧૫ દિવસ પહેલા રાહુલ ગાંધી અંગે ટિપ્પણી કરી હતી જે વાતને લઈને કોંગ્રેસીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને કોંગ્રેસીઓએ ચૈતર વસાવાના પુતરાનું દહન કરીને પણ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.જે ચૈતર વસાવાનું પૂતળાનું દહન કોંગ્રેસીઓએ કર્યું હતું તે જ કોંગ્રેસીઓ હવે ચૈતર વસાવાનો ઝંડો પકડી તેને જીતાડવા માટે કયા મોઢે પ્રચાર અર્થે નીકળશે તેવા સવાલો પણ કોંગ્રેસીઓમાં ઊભા થઈ ગયા છે.
– કોંગ્રેસ અને આપના ગઠબંધનથી ભાજપને મળી શકે છે મોટી લીડ?
ભરૂચ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ અને આપના ગઢ બંધન સાથે ભાજપ પાસેથી બેઠક આંચકવા માટે દમ પછાડા થઈ રહ્યા છે.પરંતુ તે શક્ય નથી જો ભરૂચમાં લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ અને આપણું ઘર બંધન થાય તો કોઈ પણ ભાજપનો ઉમેદવાર હોય તે મોટી લીડ સાથે જીત મેળવી શકે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી હજુ કોંગ્રેસ અને આપ વચ્ચે ભરૂચ બેઠકનું ગઠબંધન તૂટે તેવી આશાઓ કોંગ્રેસીઓમાં રહી છે.