google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratજંબુસર બાયપાસ પરની હાર્ડવેરની દુકાનમાં મોડી રાત્રીએ આગ

જંબુસર બાયપાસ પરની હાર્ડવેરની દુકાનમાં મોડી રાત્રીએ આગ

- આગના પગલે ફાયર ફાયટર ધટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી - આગની જાણ થતાં આસપાસના લોકો એકત્ર થયા હતા : કોઈ જાનહાનિ નહિ પંરતુ નુકશાન

ભરૂચ,

ભરૂચની બાયપાસ ચોકડી પર આવેલી હાર્ડવેરની દુકાનમાં ગતરોજ મોડી રાત્રીના આચનક આગ લાગતા દોડધામ મચી હતી.જોકે આગની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર ફાયટરોને કરવામાં.આવતા સાયરન સાથે ફાયર ટેન્ડર લઈને દોડી આવી પાણીનો મારો ચલાવી કાબૂમાં લેવાના પ્રયાસો હાથધર્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરમાં ગતરોજ રાત્રીના સમયે અચાનક વાતાવરણ આવેલા પલ્ટા બાદ વાવાઝોડા અને વિજળીના ચમકારા બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો.જેના કારણે શહેરમાં આવેલા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા શહેરમાં અંધારપટ છવાઈ ગયો હતો.ત્યારે ભરૂચના બાયપાસ ચોકડી પર આવેલી હાફિઝ હાર્ડવેરની દુકાનમાં અચાનક એકાએક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી હતી.આગની જાણ સ્થાનિકોને થતા ટોળા એકત્ર થયા હતા અને ભરૂચ પાલિકાના ફાયર ફાયટરોને જાણ કરતા ફાયર ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર સાયરન સાથે ફાયર ટેન્ડર સાથે દોડી આવી ચારેય બાજુ અંધારપટ હોવા છતાંય આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે ઘટનામાં કોઈ જાનહાની નહિ નોંધાઈ હતી.પરંતુ નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!