google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, November 4, 2024
HomeCrimeહોટલની આડમાં હાલતું ડિઝલ ચોરી કરવાનું કૌભાંડ ભરૂચ એલસીબી એ ઝડપી પાડી...

હોટલની આડમાં હાલતું ડિઝલ ચોરી કરવાનું કૌભાંડ ભરૂચ એલસીબી એ ઝડપી પાડી માલિકની ધરપકડ કરી

- ૧.૧૨ લાખનો ડિઝલનો જથ્થો,પીકઅપ ગાડી, ચોરીના સાધનો મળી ૨.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત - ડ્રાઈવર પાસેથી ૮૦૦ રૂપિયામાં ૨૦ લીટર કારબો ભરીને ડીઝલ ખરીદતો હતો

ભરૂચ,

ભરૂચ જીલ્લા માંથી પસાર થતા નેશનલ હાઈવે પર ચાલતાં ગોરખધંધાઓ પર તવાઈ બોલાવાની એસપીની સૂચનાના આધારે ભરૂચ એલસીબીની ટીમે ભરૂચ હાઈવે ઉપર નબીપુર નજીક આવેલી ખાલસા પંજાબી હોટલમાં દરોડો પાડી ડિઝલ ચોરીના કૌભાંડના પર્દાફાશ કરવા સાથે હોટલના સંચાલકની ધરપકડ કરી છે.

ભરૂચ જીલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતોને કારણે જીલ્લામાં ભારદારી વાહનોની અવર-જવર વધુ હોય છે.અન્ય જીલ્લા તેમજ રાજ્ય માંથી આવતી ટ્રક- ટ્રેલર તેમજ કન્ટેઈનર સહિતના ભારદારી વાહનોના ડ્રાઈવરો ભોજન માટે તેમજ વિશ્રામ માટે હાઈવેની હોટલો પસંદ કરતાં હોય છે.જ્યાં તેઓ તેમના વાહનો પાર્ક કરી ત્યાં જ આરામ કરતાં હોય છે.ત્યારે આવા ડ્રાઈવરોનો સંપર્ક કરી બેનંબરિયાઓ ડિઝલ ચોરી, કેમિકલ ચોરી સહિતના વિવિધ કૌભાંડોને અંજામ આપતાં હોય છે.

ભરૂચ એલસીબીના પીએસઆઈ પી.એમ.વાળા તેમજ તેમની ટીમ કોમ્બિંગ નાઈટમાં હતી.તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર નબીપુર બ્રીજ દક્ષિણ છેડે સર્વિસ રોડની બાજુમાં આવેલી ખાલસા પંજાબી હોટલ ખાતે ડિઝલનો શંકાસ્પદ જથ્થો સંગ્રહ કર્યો છે.જેના પગલે ટીમે તેના ત્યાં દરોડો પાડતાં હોટલના સકુલમાં આવેલાં એક સફેદ કલરના ૨૦૭ પીકઅપ ટેમ્પોમાં મુકેલાં એક ટેન્કમાં તેમજ કંપાઉન્ડમાં જ જૂની અને કંડમ થયેલી ત્રણ ટ્રકોની ઈંધણ ટાંકી માંથી કુલ ૧૨૨૦ લીટર ડિઝલનો જથ્થો મળી આવ્યો હતો.તેમજ ડિઝલ ટ્રાન્સ્પરો કરવાના કારબા,પાઈપ,લોખંડની ગળણી સહિતના સાધનો મળી આવ્યા હતા.જેના પગલે ટીમે ૧.૧૨ લાખના ડિઝલ સહિત કુલ ૨.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ટીમે હોટલના સંચાલક અને ડિઝલ ચોરીનો કારસો રચનારા રણજીતસિંગ સતનામસિંગ ગીલ (રહે. નવીનગર, નબીપુર, મુળી રહે. વેરોવાલ, તરનતારન પંજાબ) ની પણ ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

અંક્લેશ્વર સહિત દહેજ, વાગરા-સાયખા જીઆઈડીસી, ઝઘડિયા જીઆઈડીસી સહિત ભરૂચ જીલ્લામાં મોટી સંખ્યામાં ઉદ્યોગો ધમધમે છે. કંપનીઓના રો-મટિરીયલ તેમજ પ્રોડક્ટની હેરાફેરી માટે ભારદારી વાહનોની અવર-જવર વધુ હોય છે. ત્યારે કેટલાંક ડ્રાઈવરો વધુ રૂપિયા કમાઈ લેવાની લાલસામાં ડિઝલ વેંચી દેવા સાથે અનેકવાર કંપનીના પ્રોડક્ટ અને રો-મટિરીયલ પણ ચોરી કરી વેચી દેતાં હોય છે.ત્યારે હોટલનો સંચાલક ડિઝલ ચોરીનું કૌભાંડ આચરતો હોવાનું માલુમ પડતાં અમારી ટીમે દરોડો પાડ્યો હતો અને મુખ્ય આરોપીને ઝડપી પડાયો છે. હાલમાં તેના રિમાન્ડ મેળવવાની કવાયત ચાલી રહી છે. જોકે, તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ, તે ક્યારથી આ ધંધો કરતો હતો તે સહિતની વિગતો મેળવવાની કવાયત હાથધરી હતી.ખાલસા પંજાબી હોટલના સંચાલક રણજીતસિંગ સતનામસિંગ ગીલની પોલીસ દ્વારા પુછપરછ હાથ ધરવામાં આવી છે.ત્યારે પ્રાથમિક તબક્કે તેણે કબુલ્યું હતું કે તે ડ્રાઈવર પાસેથી ૮૦૦ રૂપિયામાં ૨૦ લીટર કારબો ભરીને ડીઝલ ખરીદતો હતો. જે બાદમાં અન્ય ગ્રાહક-વાહન ચાલકને તે ડિઝલ થોડા સસ્તામાં વેચી દેતો હતો હોવાનું એલસીબી પીએસઆઈ એ જણાવ્યુ હતું.

ભરૂચ હાઈવે પર આવેલી કેટલીંક હોટલો બેનંબરના ધંધા માટે કુખ્યાત બની છે.દારૂ- કેમિકલની હેરાફેરીના કારસા ભુતકાળમાં આવી હાઈવે પરની હોટલો પરથી પકડાયાં છે.ત્યારે કેટલાંક ભેજાબાજો ભાડેથી હોટલો રાખીને પણ કારસાને અંજામ આપતા હોવાનું પણ કેટલાંક કિસ્સાઓમાં સામે આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!