google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratનર્મદા ચોકડી નજીકથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ટેમ્પા ચાલકની અટકાયત કરતી એલસીબી

નર્મદા ચોકડી નજીકથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ટેમ્પા ચાલકની અટકાયત કરતી એલસીબી

- ૨.૯૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાઈવરની અટકાયત કરી તપાસ હાથ ધરાઈ

ભરૂચ,

ભરૂચ એલસીબીએ નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર નર્મદા ચોકડી બ્રિજ પાસેથી શંકાસ્પદ ભંગાર ભરેલ આઈસર ટેમ્પો મળી કુલ ૨.૯૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચાલકની અટકાયત કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા રેન્જ આઈ.જી સંદીપસિંહ અને ભરૂચ જીલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા અને હાઈવે,શહેરમાં અલગ વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી શંકાસ્પદ વાહનોને ચેક કરવા સહિત ગુનાહિત પ્રવૃતિ અટકાવવા આપેલ સૂચનાને આધારે ભરુચ એલસીબીના પી.આઈ એમ.પી વાળાના માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઈ ડી.એ.તુવર સહિત સ્ટાફ નર્મદા ચોકડી બ્રીજ નીચે ઉભો હતો તે દરમ્યાન આઈસર ટેમ્પો નંબર જીજે ૧૬ એક્સ ૮૫૮૧ માં લોખંડની ગ્રીલ,નટ,બોલ્ટ,પતરા,ડબ્બા સહિત અન્ય ભંગારનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ચાલક પાસે જરૂરી દસ્તાવેજો માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે ૩૭૮૦ કિલો ભંગાર અને ટેમ્પો મળી કુલ ૨.૯૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને અંકલેશ્વરના ચૌટાબજાર પોલીસ ચોકી સામે રહેતો ટેમ્પો ચાલક રાજેશકુમાર વસંતલાલ પંડ્યાની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!