google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 22, 2024
HomeCrimeલોખંડના સળિયાના શંકાસ્પદ જથ્થા સાથે ૫ ઈસમોની ૨૩ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે...

લોખંડના સળિયાના શંકાસ્પદ જથ્થા સાથે ૫ ઈસમોની ૨૩ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યા 

અંક્લેશ્વર,

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત ચૌધરી કોમ્પ્યુટરરાઈઝ વે બ્રિજ નજીકથી ટ્રકમાં લઈ જવાતા શંકાસ્પદ લોખંડના સળિયાના જથ્થા સાથે પાંચ ઈસમોને ૨૩.૮૪ લાખના મુદ્દામાલ સાથે ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે ટ્રક નંબર એમએચ ૧૮ બીજી ૫૫૬૬ માં લોખંડના સળિયા ભરી સારંગપુરથી રાજપીપળા ચોકડી તરફ આવનાર છે.હાલ આ ટ્રક રાજપીપળા ચોકડી સ્થિત ચૌધરી કોમ્પ્યુટરરાઈઝ વે બ્રિજ નજીક ઉભેલ છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમી વાળી ટ્રકને પકડી તેમાં તપાસ કરતાં તેમાંથી લોખંડના સળિયા મળી આવ્યા હતા.પોલીસે સળિયા અંગે મધ્ય પ્રદેશના યશવંત સીતારામ આવાસે,અંતરસિંગ નરગામે ભિલાલા અને રામ નિવાસ રામનારાયણ ગૌતમ તેમજ મનદીપસિંગ વિક્રમસિંગ રાજપૂત,અનસ ઈદ્રીશ કુરેશીની પૂછપરછ કરતાં પાંચેય ઈસમોએ સંતોષકાર જવાબ નહીં આપતા પોલીસે અનસ ઈદ્રીશ કુરેશીની વધુ પૂછપરછ કરતાં તેને આ જથ્થો મનદીપસિગે આપ્યો હોવાની કબૂલાત કરી હતી પોલીસે પાંચેય ઈસમોની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી ૯૨૬૫ કિલો સળિયાનો જથ્થો તેમજ ટ્રક મળી કુલ ૨૩.૮૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!