ભરૂચ,
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજપારડી અને ઉમલ્લા પોલીસ મથકોમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા આરોપીને ખરાઠા ગામેથી ઝડપી લીધો હતો.ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા જીલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપવામાં આવેલ, તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઈન્ચાર્જ પીઆઈ એમ.એમ.રાઠોડ દ્વારા એલસીબીના અધિકારીઓ કર્મચારીઓને ભરૂચ જીલ્લાના તમામ પોલીસ મથકોમાં નંધાયેલ ગુનાઓ હેઠળ નાસતા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓની માહીતી એકત્ર કરી તેમને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ.દરમ્યાન ગતરોજ એલસીબી પીએસઆઈ આર.કે.ટોરાણી ટીમ સાથે રાજપારડી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન બાતમી મળેલ કે રાજપારડી તથા ઉમલ્લા પોલીસ મથકોમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતો ફરતો આરોપી નવલસીંગભાઈ ઉર્ફે બાંગીયો પ્રથમભાઈ વસાવા, રહે.ખરાઠા, તા.નેત્રંગ, જી.ભરૂચના તેના ઘરે હાજર છે.એલસીબીની ટીમે મળેલ બાતમીના આધારે સદર નાસતા ફરતા આરોપી નવલસીંગભાઈ ઉર્ફે બાંગીયો પ્રથમભાઈ વસાવાને તેના ઘરેથી પકડી લઈને જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ માટે રાજપારડી પોલીસને સોંપ્યો હતો.
રાજપારડી અને ઉમલ્લા પોલીસ મથકોમાં નોંધાયેલા ગુના હેઠળ છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા આરોપીને એલસીબીએ ઝડપી લીધો
- આરોપી નવલસીંગભાઈ ઉર્ફે બાંગીયો પ્રથમભાઈ વસાવાને તેના ઘરેથી પકડી લઈને જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ માટે રાજપારડી પોલીસને સોંપ્યો