google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, May 24, 2024
HomeCrimeભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાયેલ ગુના હેઠળ વોન્ટેડ...

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાયેલ ગુના હેઠળ વોન્ટેડ બે ઈસમોને ઝડપી લીધા

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા પોલીસ સ્ટેશનના રાયોટીંગના ગુનામાં વોન્ટેડ બે આરોપીઓને ગોવાલી ખાતેથી ઝડપી લીધા હતા.

ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં વોન્ટેડ અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા જિલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપવામાં આવેલ તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ એમ.એમ.રાઠોડ ટીમ સાથે ઝઘડિયા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન બાતમી મળેલ કે ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાયેલ ગુના હેઠળ નાસતા ફરતા આરોપીઓ મિતેશભાઈ જગદીશભાઈ ઠાકોર તથા દિપક ઉર્ફે દિપો મનહરભાઈ ઠાકોર બન્ને રહે.ગામ ગોવાલી તા.ઝઘડિયા જી.ભરૂચના પોતાના ઘરે હાજર છે.લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને  ઝઘડિયા પોલીસ મથકના રાયોટીંગના ગુનામાં વોન્ટેડ આરોપીઓ મિતેશભાઈ જગદીશભાઈ ઠાકોર તથા દિપક ઉર્ફે દિપો મનહરભાઈ ઠાકોર બન્ને રહે.ગામ ગોવાલીનાને તેઓના ઘરેથી પકડી લઈને આગળની કાર્યવાહી માટે ઝઘડિયા પોલીસને સોંપ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!