google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeCrimeઅંકલેશ્વર GIDCમાં કેમિકલના જથ્થા સાથે એલસીબી પોલીસે ટેન્કર ચાલકની ધરપકડ કરી ૨૭...

અંકલેશ્વર GIDCમાં કેમિકલના જથ્થા સાથે એલસીબી પોલીસે ટેન્કર ચાલકની ધરપકડ કરી ૨૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ,
ભરૂચ જીલ્લાના અંક્લેશ્વર GIDCમાં આવેલ બનાસ બલ્ક કેરીયર ટ્રાન્સપોર્ટના પાર્કીંગ માંથી શંકાસ્પદ કેમીકલનો જથ્થો ભરેલ ટેન્કર સાથે એક ઈસમને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડી ૨૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથધરી હતી.
ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમા હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે ટેન્કર નંબર જીજે ૧૬ એવી ૮૫૫૧ માં કેમિકલ વેસ્ટ ભરેલ છે.આ ટેન્કર એશિયન પેઈન્ટ ચોકડીથી રાજપીપળા ચોકડી તરફ જતા રોડ પર આવેલ બનાસ બલ્ક કેરીયર ટ્રાન્સપોર્ટના પાર્કીંગ ઉભેલ છે.જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા પોલીસે બાતમીવાળા ટેન્કરમાં તપાસ કરતા તેમાંથી કાળા કલરનું કેમીકલ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું.
જોકે પોલીસે ડ્રાઈવર પાસે જરૂરી પુરાવા માંગતા બિલ મુજબ કેમિકલનો જથ્થો નહીં હોવાનું જણાતા GPCB અને FSL અધિકારીઓને સ્થળ પર બોલાવી પરીક્ષણ માટે સેમ્પલ મેળવી પૃથ્થકરણ અર્થે FSL સુરત ખાતે મોકલી આપ્યું હતું.આ સાથે જ ૭ લાખથી વધુનું કેમિકલ અને ટેન્કર મળી ર૭.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી મૂળ યુપી અને હાલ બનાસ કેરીયરના કંપાઉન્ડમાં રહેતા શનીકુમાર ગૌતમની અટકાયત કરી વધુ તપાસ હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!