google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, December 9, 2024
HomeGujaratચિપ્સની આડમાં થતી દારૂની હેરાફેરીનો ભરૂચ એલસીબી પોલીસે પર્દાફાશ કરી ૧૬.૫૭ લાખનો...

ચિપ્સની આડમાં થતી દારૂની હેરાફેરીનો ભરૂચ એલસીબી પોલીસે પર્દાફાશ કરી ૧૬.૫૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ચિપ્સની આડમાં આઈસર ટેમ્પોમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો જોવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી

અંક્લેશ્વર,

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ પરથી આઈસર ટેમ્પોમાં ચિપ્સની આડમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે ભરૂચ એલસીબી પોલીસે બે ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

આગામી દિવસોમાં હોળી અને ધુળેટી પર્વ આવી રહ્યા છે.જે ધ્યાનમાં રાખી દારૂની રેલમ છેલમ અટકાવવા માટે ભરૂચ જીલ્લા પોલીસ એક્શન મોડમાં આવી હતી અને ભરૂચ એલસીબી પોલીસે બાતમીના આધારે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ પર આવેલ ચૌધરી પેલેસ હોટલના પાર્કિંગમાં રહેલા મીની આઈસર ટેમ્પોમાં તપાસ હાથઘરી હતી.પોલીસને તપાસ દરમ્યાન જ્યાં ડાયમંડ કંપનીની ચિપ્સની આડમાં આઈસર ટેમ્પોમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો જોવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.જોકે પોલીસે ડ્રાઈવર અને ક્લીનરની કડક પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો હરિયાણાથી સુરત તરફ લઈ જવાતો હોવાની કબૂલાત આપી હતી.સમગ્ર મામલે ભરૂચ એલસીબી પોલીસે ૮ લાખનો વિદેશી દારૂનો જથ્થો અને આઈસર ટેમ્પો મળી કુલ ૧૬.૫૭ લાખના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.જ્યારે વિદેશી દારૂ ભરી આપનાર સહિત બે લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!