ભરૂચ,
ભરૂચના દુબઈ ટેકરી વિસ્તારમાં બે ઈસમો ચોરીની મોટર સાયકલ લઈને ફરતા હોવાની માહિતીના આધારે બે ઈસમોને LCB પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે તેમની પાસેથી બે મોટર સાયકલ અને બે મોબાઈલ મળી કુલ રૂ.૩૬ હજારનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ LCB ના પીઆઈ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ LCB ની ટીમ જીલ્લામાં મિલ્કત સંબંધી તથા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા અલગ અલગ ટીમ બનાવી કામગીરી કરી રહી હતી.આ સમય દરમ્યાન પીએસઆઈ ડી.એ.તુવર તેમની ટીમ સાથે ભરૂચ શહેરમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા.તે દરમ્યાન માહિતી મળી હતી કે ભરૂચ શહેરમાં દુબઈ ટેકરી વિસ્તારમાં બે ઈસમો ચોરીની મોટર સાયકલ લઈને વેચાણના ઈરાદે ફરી રહ્યા છે.આ માહિતીના આધારે ટીમે તાત્કાલિક માહિતી વાળા સ્થળ પર પહોંચી માહિતી વર્ણનવાળા ઈસમો નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર મોટર સાયકલ લઈને આવતા તેમને રોકી બંને ગાડીઓના આધાર પુરાવા માંગતા તેઓ બંને સંતોષકાર જવાબ નહી આપ્યા હતા.જેથી પોલીસે પોકેટકોપ મોબાઈલ મારફતે મોપેડની તપાસ કરતા બંને વાહનો તાજેતરમાં ચોરી થયા હોવાનું જણવા મળ્યું હતું.આ બંનેની કડક પુછતાજ કરતાં તેઓએ ૨૭ મી મે ના રોજ રાત્રીના સ્પેલન્ડર મિપ્કો ચોકડી પરથી અને ગ્રે કલરની એક્ટીવા ઓસારા રોડ ઉપરથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.આ ગુનામાં પોલીસે અમન રાજુભાઈ વસાવા અને જય ઈશ્વરભાઈ વસાવાને ઝડપી પાડી તેમની પાસેથી બે મોટર સાયકલ કિંમત રૂ.૨૦ હજાર અને બે મોબાઈલ મળી કુલ રૂ. ૩૬ હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.