google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, June 25, 2024
HomeCrimeનર્મદા માંથી ૧૧,૪૯૭ કિલોગ્રામ વજનના ૬,૩૬,૫૫૯ કિંમતના લોખંડના સળીયા એલસીબી પોલીસે ઝડપી...

નર્મદા માંથી ૧૧,૪૯૭ કિલોગ્રામ વજનના ૬,૩૬,૫૫૯ કિંમતના લોખંડના સળીયા એલસીબી પોલીસે ઝડપી પાડ્યા

પોઈચા જલારામ હોટલની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યા માંથી મુદ્દામાલ ઝડપાયો

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

રાજપીપલા પોઈચા જલારામ હોટલની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યા માંથી અલગ-અલગ સાઈઝના લોખંડના સળીયા વજન ૧૧,૪૯૭ કિ.ગ્રાના કિ.રૂ.૬,૩૬,૫૫૯ નો મુદ્દામાલ આઈસર ટેમ્પા સાથે શંકાસ્પદ હાલતમાં એક ઈસમને એલસીબી નર્મદા પોલીસે ઝડપી પાડ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એલ.સી.બી.ની ટીમ રાજપીપલા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન એલસીબીને સંયુક્ત ખાનગી બાતમીદાર મારફતે બાતમી મળેલ કે પોઈચા ખાતે જલારામ હોટલની બાજુમાં એક ઈસમ શંકાસ્પદ હોય અને ખુલ્લી જગ્યામાં મુકેલ લોખંડના સળીયા શંકાસ્પદ રીતે લઈ જતા હોવાની બાતમી આધારે પોઈચા ખાતે આવેલ જલારામ હોટલની બાજુમાં જતાં ત્યાં એક આઈસર ટેમ્પો નંબર GJ 23 V 8226 માં એક ઈસમ મજુરો વડે લોખંડના સળીયા ભરાવતો હોય અને પોતે પણ ત્યાં ઉભો રહી રેકી કરતો હોય અને આ તમામ પ્રવૃતિ શંકાસ્પદ જણાતા આ ઈસમની પુછપરછ કરતાં તે ગલ્લા-તલ્લા કરતાં હોય સંતોષકારક જવાબ નહી આપતા હોય અને આ બાબતે કોઈ આધાર પુરાવા રજુ ન કરતા આ લોખંડના સળીયા સદર ઈસમ શંકાસ્પદ રીતે પોતાના અંગત ફાયદા સારૂ લઈ જતા હોવાનું જણાઈ આવતા લોખંડના સળીયા અલગ-અલગ સાઈઝના વજન ૧૧,૪૯૭ કિલોગ્રામ કિ.રૂ.૬,૩૬,૫૫૯ ના મળી આવતા જેથી સદર લોખંડના સળીયા અલગ- અલગ સાઇઝના સી.આર.પી.સી ૧૦૨ મુજબ તેમજ આરોપીને સી.આર.પી.સી ૪૧(૧) ડી મુજબ અટકાયત કરી આગળની વધુ તપાસ અર્થે રાજપીપલા પો.સ્ટે.ને સોંપી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!