(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાના મુલદ ગામની સીમ માંથી ફાર્મ હાઉસ નજીકથી દિપડી ઝઘડિયા વન વિભાગે ગોઠવેલા પાંજરામાં પુરાઈ હતી.વન વિભાગના સુત્રોએ જણાવ્યું હતુ કે પાંજરે પુરાયેલો દિપડીની ઉંમર આશરે ૩ વર્ષની છે અને તે મુલદ ગામ નજીકના ખેતરોમાં નજરે પડતી હતી.સ્થાનિકોએ વન વિભાગને દિપડાની હાજરી હોવાની માહિતી આપતા વનવિભાગ દ્વારા દિપડાની હાજરી વારા સ્થળે મારણ મુકી પાંજરૂ ગોઠવ્યુ હતુ અને વન વિભાગની ટીમ દ્વારા સતત વોચ રાખવામાં આવી હતી.આ દરમ્યાન ગામ નજીક આટાફેરા મારતી દિપડી આખરે પાંજરે પુરાય હતી. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના શેરડીના ખેતરો દિપડાઓના પરિવાર માટે આશ્રય સ્થાન માનવામાં આવે છે.દિપડાઓ ખાસ કરીને પોતાનો નિવાસ શેરડીના ખેતરોમાં કરતા હોઈ શેરડી કટીંગની સીઝન દરમિયાન શેરડી કપાતી હોઈ તેવા સમયે પોતાના નિવાસ્થાનો બદલવા અને નવા નિવાસસ્થાનોની શોધમાં દિપડાઓ માનવ વસ્તી તરફ દેખા દેતા હોઈ છે.દીપડી પાંજરે પુરાતા સ્થાનિકો એ રાહત ની શ્વાસ લીધો હતો.
ઝઘડિયાના મુલદ ગામની સીમમાં ફાર્મ હાઉસની બાજુ માંથી દિપડી પાંજરે પુરાઈ
- દિપડાની હાજરી વારા સ્થળે મારણ મુકી પાંજરૂ ગોઠવ્યુ હતુ વન વિભાગે