ભરૂચ,
છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરના અમરતપુરા ગામ ની આસપાસ દીપડાએ દેખા દેતા ગ્રામજનો દ્વારા વન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી.જેના પગલે વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું.જે પાંજરામાં આજરોજ દીપડો પુરાતા લોક ટોળા એકત્ર થયા હતા.
છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરના અનેક ગામોમાં દીપડાના આંટા ફેરા જોવા મળી રહ્યા હતા.જેના પગલે લોકોમાં ભય નો માહોલ ઉભો થયો હતો.જેના કારણે વન વિભાગને સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી હતી.ત્યાર બાદ વન વિભાગ દ્વારા અનેક સીમો અથવા ખેતરોમાં પાંજરા ગોઠવામાં આવ્યા હતા.અમરતપરાની સીમ ખાતે પણ પાંજરું મુકવામાં આવ્યું હતું.જે પાંજરામાં ગત રાત્રિના રોજ અમૃતપરાની સીમમાં દીપડો પાંજરે પુરાયો હતો.આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ વાયુવેગે પ્રસરતા દીપડાને જોવા આસપાસના લોક ટોળા એકત્ર થયા હતા.વન વિભાગે દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથધરી છે.