(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ તાલુકાનાં કેલ્વીકૂવા ગામ નજીક પેટ્રોલ પંપની દીવાલ કૂદી શ્વાનનો શિકાર કરવા આવેલ દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.
વાલિયા – નેત્રંગ તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થતાં ગામની સીમમાં આવેલ ખેતરોમાં દીપડા જેવા પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે.ખેડૂતોના મિત્ર એવા દીપડાઓ શેરડીના ખેતરોનું કટિંગ થતાં જ શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં આવી જતાં હોય છે.ત્યારે નેત્રંગ – માંડવી રોડ ઉપર કેલ્વીકૂવા ગામના પેટ્રોલ પંપની આઠ ફૂટ દીવાલ કૂદી દીપડોએ અંદર પ્રવેશ કર્યો હતો અને પેટ્રોલ પંપમાં આરામ ફરમાવી રહેલ શ્વાનને તરાપ મારી તેનો શિકાર કરવાની કોશિશ કરી હતી.ગત તારીખ ૨૫ મી માર્ચની મધરાતે ઘસી આવેલ દીપડાને પગલે પેટ્રોલ પંપના કર્મચારીઓ ભયભીત બન્યા હતા અને આ અંગે નેત્રંગ વન વિભાગની કચેરી ખાતે જાણ કરી હતી.વન વિભાગની ટીમે સ્થળ પર દોડી આવી મારણ સાથે પાંજરું ગોઠવવાની તજવીજ હાથધરી છે.