google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, June 16, 2024
HomeGujaratઝઘડીયાના પાણેથા ગામેથી દિપડો ઝડપાયાની સાથે તેની વધતી જતી સંખ્યા ચિંતાનો વિષય

ઝઘડીયાના પાણેથા ગામેથી દિપડો ઝડપાયાની સાથે તેની વધતી જતી સંખ્યા ચિંતાનો વિષય

- ઝઘડિયા તાલુકામાં દિપડાના ત્રાસ થી સ્થાનિક ખેડૂતો રહીશો પરેશાન થઈ રહ્યા છે - વન વિભાગ દ્વારા પાણેથા ગામે એક પાંજરૂ ગોઠવાયુ

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા ગામેથી આજરોજ વહેલી સવારે એક દીપડો પાંજરે પુરાતા ગ્રામજનો દીપડાને જોવા ઉમટ્યા હતા.છેલ્લા ઘણા સમયથી ઝઘડીયા તાલુકાના પાણેથા ગામે દીપડા ગામમાં દેખા દેતા અને પશુઓ ઉપર હુમલા કરવાના બનાવ બની રહ્યા હતા.જેને લઈ ગામના ખેડૂત હિતેન્દ્રભાઈ દેસાઈએ વન વિભાગ ઝઘડિયાને જાણ કરી હતી.જે બાદ વન વિભાગ દ્વારા પાણેથા ગામે  એક પાંજરૂ ગોઠવાયુ હતું.જેમાં આજરોજ દીપડો આબાદ ઝડપાઈ ગયો હતો.આજે વહેલી સવારે આ દીપડો પાંજરે પુરાતા મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા અને વન વિભાગને જાણ કરી હતી જેથી વન વિભાગના કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચી અને દીપડાને ઝઘડીયા વનવિભાગની કચેરી ખાતે લઈ જવામાં આવ્યો હતો.ઝડપાયેલા દિપડાને સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની કાર્યવાહી ઝઘડિયા વનવિભાગ દ્રારા કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં મગર તેમજ દિપડાના દેખાવાના ભય થી સ્થાનિક ખેડૂતો રહીશો પરેશાન થઈ રહ્યા છે.ઝઘડીયા તાલુકામાં આવેલ જંગલની આસપાસ તેમજ શેરડીના ખેતરોમાં મોટા પાયે દીપડાનો વસવાટ હોય જેથી અવારનવાર ખેડૂતો તેમજ રાહદારીઓ ઉપર જીવલેણ હુમલા થતા રહ્યા છે દીપડા મોટી સંખ્યામાં આ વિસ્તારમાં હોવાથી આ એક ચિંતાનો વિષય બની જવા પામ્યો છે નર્મદા નદી કિનારાના અનેક વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં દીપડાના બચ્ચા સહિત પણ પૂરું પરીવાર રહેતું હોવાનું લોકો દ્વારા કેટલીક વાર ધ્યાને આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!