google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Home Gujarat છોટુ વસાવા અને મહેશ વસાવા ધર્મ પરિવર્તન કરાવતા હોવાના વીએચપીના કેન્દ્રીય મંત્રી...

છોટુ વસાવા અને મહેશ વસાવા ધર્મ પરિવર્તન કરાવતા હોવાના વીએચપીના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાનીના નિવેદન બાદ ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેના દ્વારા આવેનપત્ર પાઠવવામાં આવ્યું

- આવેદનપત્રમાં આદિવાસી સમાજને ધર્મના નામે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી વિવાદ ઉભો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનું તથા આદિવાસી સમાજના નેતાઓનું અપમાન કરનાર તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી - આદિવાસી નેતાઓ નું અપમાન કરવા બદલ ધર્મેન્દ્ર ભવાની વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી

0
106

ભરૂચ, ડાંગના સાપુતારા ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની દ્વારા છોટુ વસાવા અને મહેશ વસાવા ધર્મ પરિવર્તન કરાવતા હોવાના ભડકાઉ ભાષણ બાદ ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ધર્મેન્દ્ર ભવાની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે તા.૧૭.૧૨.૨૩ ના રોજ ડાંગ ના સાપુતારા મુકામે હનુમાનજી મંદિરના લોકાર્પણનો કાર્યક્રમ હતો તે દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની દ્વારા કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજને વનવાસી કહીને સંબોધીન કરેલ છે.જે સદંતર આદિવાસીઓની જે આદિવાસી તરીકેની ઓળખ છે એને ભૂસી નાખવા માટેના ષડયંત્ર ના ભાગરૂપે આ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને એના દ્વારા આ રીતે આદિવાસી વિસ્તારમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, કાર્યક્રમમાં ધર્મેન્દ્ર ભવાની દ્વારા આદિવાસી સમાજના નેતા અને ઝઘડિયા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા અને ડેડીયાપાડા ના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ઉપર ગંભીર આક્ષેપો કરેલ છે અને એમને પ્રાણી કહી અપમાન કરેલ છે અને એમના સમર્થકો ને ગીદડોનું ટોળું કહેલ છે,આ રીતે આ મંદ બુદ્ધિ ઈસમ દ્વારા બેફામ વિલાસ કરી આદિવાસી સમાજનું અપમાન કરેલ છે જે ચલાવી લેવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું, વધુમાં તેમના આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ધર્મેન્દ્ર ભવાની દ્વારા કાર્યક્રમમાં આદિવાસી સમાજના લોકોને ધાર્મિક રીતે ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેના દ્વારા આદિવાસી સમાજના લોકોને હિન્દુ ધર્મના નામે ભડકાવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, સુપ્રીમ કોર્ટ અને ગુજરાત સરકાર પણ માને છે કે અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી સમાજના લોકોને કોઈપણ ધાર્મિક દરજ્જા સાથે કંઈ લાગતું વળગતું નથી તે કોઈપણ ધર્મ પાળવા માટે સ્વતંત્ર છે,આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓ અલગ અલગ ધર્મ પાળે છે અને એકબીજા સાથે હળી મળીને એક જૂથ થઈ શાંતિથી રહે છે, પરંતુ ધર્મેન્દ્ર ભવાની દ્વારા બેફામ વાણી વિલાસ કરી આદિવાસી વચ્ચે ધર્મ નામે ભાગલા પાડી વિવાદ ઉભો કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જે સ્પષ્ટ દેખાય આવે છે,આવેદનપત્ર દ્વારા તેઓએ માંગ કરી હતી કે આવા દેશની એકતા અને અખંડતાને નુકસાન પહોંચાડનારાઓની તાત્કાલિક ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓને લડાવવા માટે જે ષડયંત્ર થઈ રહ્યા છે તે રોકવામાં આવે, આદિવાસી સમાજના નેતાઓ અને આદિવાસી સમાજનું અપમાન કરવા બદલ ધર્મેન્દ્ર ભવાની વિરુદ્ધ એટ્રોસિટી કાયદા અંતર્ગત ગુનો દાખલ કરી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, તાત્કાલિક ધોરણે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર આદિવાસી સમાજ દ્વારા મોટા પાયે સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેમ જણાવ્યું હતું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!