(જ્યોતિ જગતાપ, રાજપીપલા)
મહારાષ્ટ્ર માંથી ગુજરાતીમા દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો કેવા કેવા નુસખા અજમાવે છે ટીવો કિસ્સો નર્મદામા જોવા મળ્યો છે.દારૂ છુપાવવાના બુટલેગરનો અનોખો કીમિયો પોલીસ સામે આવ્યો છે.જેમાં ધનશેરા પોલીસ ચેક પોસ્ટ પરથી ડસ્ટર ગાડીમાં શીટ નીચેના તથા પાછળની ડીકીના ભાગે બનાવેલ ચોરખાનામાં છુપાવેલ દારૂનો મુદ્દામાલ ઝડપાયો છે.
વાહન ચેકીંગ દરમ્યાન ધનશેરા પોલીસ ચેક પોસ્ટ સાગબારા પોલીસે મુદ્દામાલ ઝડપ્યો છે.આ ચોરખાનામાંથી કિંમત રૂ.૪૬,૦૦૦ નો પ્રોહી મુદ્દામાલ કબ્જે કરાયો જેમાં વિદેશી દારૂ Real’S XXX RUMના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ.૪૬૦ નો મુદ્દામાલ સાગબારા પોલીસે કબ્જે કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.
આ ગુનામા સંડોવાયેલ બે આરોપીઓ (૧) મુબારક ગુલામ મહંમદ હોથી ઉ.વ.૪૫ રહે. કુંભાર વાડા બારા સૈયદ રોડ સુખનાથ.ચોક જુનાગઢ હાલ રહે. સોનાઈડી તા.વંથલી જી.જુનાગઢ તથા (૨) સાહિલ ફરીદભાઈ શેખ ઉ.વ.૨૨ રહે.તારા બંગલા પાસે, બારા સૈયદ રોડ, જુનાગઢ હાલ રહે. ૨૩૦,આંબાવાડી ફળીયુ, દાતાર રોડ પોલીસ લાઇનની સામે જુનાગઢની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.