(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના બે અલગ અલગ સ્થળોએથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સહિત કુલ રૂ.૧૩૭૦૦ નો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ફુલવાડી ગામ નજીક એક કંપની પાસે ઝાડી ઝાંખરામાં પડાલ ગામના ચેતન વસાવાએ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે.પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે રેઇડ કરતા ત્યાંથી દારૂની રૂ.૩૬૦૦ ની કિંમતની કુલ ૩૬ બોટલો મળી આવી હતી.પોલીસની રેઇડ જોઈને સદર ઈસમ નાશી ગયો હતો.પોલીસે દારૂનો આ જથ્થો ઝડપી લઈને ચેતન રામસીંગ વસાવા રહે.પડાલ તા.ઝઘડિયાના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.જ્યારે દારૂ ઝડપાવાની બીજી ઘટનામાં રાજપારડી પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન મળેલ બાતમી મુજબ ગુંડેચા બસ સ્ટેન્ડ નજીકથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ એક મોબાઈલ મળી કુલ રૂ.૧૦૧૦૦ નો મુદ્દામાલ ઝડપી લઈને અજય નવલસીંગ વસાવા રહે.ગામ ગુંડેચા તા.ઝઘડિયાના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.