google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratભરૂચના નર્મદા એપાર્ટમેન્ટના જર્જરિત મકાનોના વીજ અને પાણી કનેક્શન કાપવા જતા સ્થાનિક...

ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટના જર્જરિત મકાનોના વીજ અને પાણી કનેક્શન કાપવા જતા સ્થાનિક રાજકીય નેતાગીરી મેદાનમાં

- નર્મદા એપાર્ટમેન્ટમાં ચાર વર્ષથી નોટિસનું નાટક દરમ્યાન એક બ્લોક ધસી પડતા એકનું મોત બાદ પણ નોટિસનું નાટક યથાવત - ભરૂચ નગરપાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ સંકલન સાથે વીજ કનેક્શન અને પાણી કનેક્શન કાપવા જતા સ્થાનિકોના ટોળા રસ્તા ઉપર

ભરૂચ,
દર ચોમાસાની સીઝનમાં ભરૂચ જીલ્લામાં જર્જરિત ઈમારતોને નોટિસ આપવાનું નાટક ચાલતું હોય છે.ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા નર્મદા એપાર્ટમેન્ટના ૫૦૦ મકાનો જર્જરિત થઈ ગયા છે અને નગરપાલિકા તથા ગુજરાત હાઉસિંગ બોર્ડે વારંવાર નોટિસ આપ્યા બાદ મકાનો ખાલી ન કરતા આખરે વિવિધ વિભાગના અધિકારીઓ જર્જરિત ઈમારતોના પાણી અને વીજ કનેક્શન કાપવા જતા સ્થાનિકો અધિકારીઓને ઘેરી વળ્યાં હતા.
ભરૂચના કોર્ટ રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના નર્મદા એપાર્ટમેન્ટના ૨૫ બ્લોકમાં ૫૦૦ મકાનો જર્જરિત બની ગયા છે અને ચાર વર્ષથી ગુજરાત હાઉસિંગ બોર્ડ અને ભરૂચ નગરપાલિકા જર્જરિત ઈમારત મુદ્દે મરામત કરવા અથવા ઉતારી લેવા તેમજ મકાન ખાલી કરવા વારંવાર નોટિસ આપવાનું અને ચોંટાડવાનું કામ કરી સંતોષ માણી રહ્યું હતું.ત્યારે ગત ચોમાસામાં નર્મદા એપાર્ટમેન્ટનો એક બ્લોક ધસી પડતા ઘરોમાં રહેતા લોકો દબાયા હતા.જેમાં એકનું મોત પણ થયું હતું અને ત્યાર બાદ નગરપાલિકાએ નર્મદા એપાર્ટમેન્ટની જર્જરિત ઈમારતો ખાલી કરવા માટે નોટિસો આપવામાં આવી હતી.
આજરોજ નર્મદા એપાર્ટમેન્ટના ૨૫ બ્લોકો જર્જરિત હોય જેને લઈ ગુજરાત હાઉસિંગ બોર્ડ અને નગરપાલિકા સંકલનમાં રહી જર્જરિત ઈમારતના પાણી અને વીજ જોડાણ કાપવા જતા સ્થાનિકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગણી કરી અધિકારીઓનો ધેરાવો કર્યો હતો અને અધિકારીઓએ વીલા મોઢે પરત ફરવાની ફરજ પડી હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે નર્મદા એપાર્ટમેન્ટની આજુબાજુ વધુ પડતું દબાણ અને કેબિનો ગેરકાયદેસર ઉભી કરાઈ છે અને આ કેબિનોની ભાડાની ઉઘરાણી પણ રાજકીય નેતાઓ કરતા હોય અને આવક ઉપર તરાપ આવતા જ કેટલાક લોકોએ સ્થાનિકોને ઉશ્કેરવાનું કૃત્ય પણ કર્યું હોય તેવું ચર્ચાસ્પદ બન્યું હતું.પરંતુ જો કોઈ જર્જરિત બ્લોક ધસી પડશે અને કોઈનો જીવ જાય તો માનવવદ કોની ઉપર દાખલ થશે તે પ્રશ્ન પેચીદો બની ગયો છે.
ગુજરાત હાઉસિંગ બોર્ડે ફાળવેલા મકાનો જર્જરિત થાય તો મકાનના રહીશને વૈકલ્પિક વ્યવસ્થા કે માસિક ભાડા ચુકવવાની જોગવાઈ હાઉસિંગ બોર્ડના નિયમો માં નથી જેના કારણે ઈમારતો ઉતારી લેવા માટે ગુજરાત હાઉસિંગ બોર્ડે ભરૂચ નગરપાલિકાના માથે ટોપલો નાખ્યો છે.ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે જર્જરિત ઈમારતો ખાલી કરાવશે કે પછી કોઈ મોટી હોનારત સર્જાય તેની રાહ જોવાશે તેવો પણ પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે.

ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટોની આજુબાજુ મોટા પ્રમાણમાં દબાણો કરવામાં આવ્યા છે.જેમાં કેબિનો અને મકાનોની ખોલીઓ ઉભી કરી ભાડેથી ચઢાવવામાં આવ્યા છે.પરંતુ આ ભાડા કોના ખિસ્સામાં જાય છે તે પ્રશ્ન પણ ઉભો થયો છે અને માસિક આવક બચાવવા માટે સ્થાનિક નેતાઓએ લોકોને ઉશ્કેરવા અને અધિકારીઓને ઘેરવા માટેનું ષડયંત્ર રચ્યું હોવાની પણ ચર્ચા ઉઠવા પામી છે.ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં કેબિનો અને મકાનની ખોલીઓમાં વીજ કનેક્શન કેવી રીતે?આવ્યા તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.
ધણી વખત અધિકારીઓની બેદરકારીના કારણે રાજકોટ જેવી ઘટના બનતી હોય છે અને આવી જ ઘટના ભરૂચમાં પણ બની શકે તેમ છે.જેમાં નર્મદા એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર કેબિનો અને મકાનોની ખોલીઓ માં અધિકારીઓ એ વીજ મીટર ના કનેક્શન આપી દીધા અને ગેરકાયદેસર ખોલી અને કેબિનોના માસિક ભાડા વસૂલી કમાણી કરી રહ્યા છે જેના કારણે અધિકારીઓને નેતાઓ જ બાનમાં લેવાના પ્રયાસ કરતા હોય તેવું સ્પષ્ટ ફલિત થઈ રહ્યું છે.
નર્મદા એપાર્ટમેન્ટ માં ઘણા ભાડુવાત છે.પરંતુ કાયદેસર ભાડા કરાર થયા છે ખરા?ઘણા પરપ્રાંતીયો વસવાટ કરે છે અને આ વિસ્તાર માંથી બે દિવસ પહેલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પણ ઝડપાયો છે.કેમ આ વિસ્તારમાં મકાન ધારકો,કેબિન ધારકોના ભાડાકરાર તપાસી કેમ ન કરી શકે?કેમ નાઈટ કોમ્બિંગ કરી શકે?જો ગુનાઓને ડામવા હોય તો આ વિસ્તારમાં કોમ્બિંગ કરવું જરૂરી બની ગયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!