ભરૂચ,
ભરૂચ જીલ્લાએ ઔદ્યોગિક ક્ષેત્રે ભારતનું નામ વિશ્વ ફલક પર અંકિત કર્યું છે જેમાં ભરૂચ જિલ્લામાં દહેજ, અંકલેશ્વર,પાનોલી, ઝઘડિયા અને જંબુસર જીઆઈડીસી વિસ્તારોમાં વિશ્વની અનેક કંપનીઓ વ્યવસાય કરે છે.જેમાં સ્થાનિક લોકો સહિત દેશનાં અનેક રાજ્યો માંથી લોકો અહીં આવી રોજગારી મેળવી છે.ત્યારે સ્વાભાવિક છે કે સ્થાનિક લોકોને પોતાનાં હકની રોજગારી મળી રહે વર્તમાન પરિસ્થિતિમાં ભરૂચના દહેજ ઔદ્યોગિક એકમોમાં અનેક કંપનીઓ આવેલી છે.જેમાં જી.એસ.એલ, મેઘમણી,આઈ.પી.સી.એલ જેવી કંપનીઓ પોતાનો પ્લાન્ટ ચલાવવા માટે મીઠું ઉપયોગમાં લેવામાં આવે છે. દહેજમાં મીઠાનું ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે દહેજ, ગંધાર,જંબુસર અને હાંસોટ જેવા વિસ્તારમાં લાખો મેટ્રિક ટન મીઠું ઉત્પાદન થાય છે જેને લઈને સ્થાનિક ટ્રાન્સપોર્ટેરોને રોજગારીની તક મળે છે જેને પગલે તેઓનું પોતાનું અને પરિવારનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે.ત્યારે હાલમાં જ જી.એસ.એલ, આઈ.પી.સી.એલ જેવી કંપનીઓ દ્વારા સ્થાનિક ટ્રાન્સપોર્ટ સાથે અન્યાય કરી હજારો કિલોમીટર દૂરથી મીઠું મંગાવી રહ્યા છે.સ્થાનિક મીઠાના અગરો આવેલા હોવા છતાં પણ તેઓ પાસેથી મીઠાની ખરીદી કરવામાં આવતી નથી જેને લઈને લોકલ ટ્રાન્સપોર્ટરોને મોટું નુકસાન થવા પામ્યું છે.દહેજ વિસ્તારની કેટલીક કંપનીઓ દ્વારા સ્થાનિક મીઠાનાં અગરો પાસેથી માત્ર કાગળ ઉપર મીઠાની ખરીદી બતાવી દેવામાં આવે છે પરંતુ સત્ય વાત એ છે કે દહેજની જી.એસ.એલ, આઈ.પી.સી.એલ જેવી મોટી મોટી કંપનીઓમાં એચ.આર અને સિનિયર મેનેજરો બની બેસેલા સાહેબો પોતાની મિલી ભગતને કારણે હજારો કિલોમીટર દૂરથી પોસાય નહિ તેવા ભાવે મીઠાની ખરીદી કરી પોતાની જ રોકરી કરી રહ્યા હોવાના આક્ષેપો ઉભા થયા છે.કંપનીના કેટલાક મોટા અધિકારીઓની મિલી ભગત સામે આવી છે કંપનીના સંચાલકો કંપની જોડે જ ઠગાઈ કરી રહ્યા હોવાનું કૌભાંડ બહાર આવે તેમ છે.તેઓ દ્વારા દહેજ પંથકમાં ઉત્પાદન થતું મીઠું શુદ્ધ દરિયાઈ હોવા છતાં પણ હજારો કિલોમીટર દૂરથી વધારે કિંમત ચૂકવી તેની ખરીદી કરી મંગાવવામાં આવે છે તેવા સ્થાનિકો દ્વારા આરોપો સામે આવી રહ્યા છે.કંપની સંચાલકો રેલ્વે દ્વારા રાતો રાત લાખો મેટ્રિક ટન મીઠું ગાંધીધામથી ખરીદી કરી દહેજમાં લાખો મેટ્રિક ટન મીઠું રેલ્વે રેક દ્વારા ઠાલવી દેવામાં આવે છે જેને કારણે સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને તેઓની ગાડીના ફેરા નહીં મળતા બેરોજગાર બન્યા છે.ગાંધીધામથી આવેલ ટ્રાન્સપોર્ટર સ્થાનિક ટ્રાન્સપોર્ટરને ગાડીનો ફેરો આપતા નથી જેને કારણે તેઓનો ધંધો બંધ થઈ જવા પામ્યો છે.દહેજના લોકલ ટ્રાન્સપોર્ટરો પોતાની રોજગારી માટે ટ્રક ડમ્પરો લોન પર લાવ્યા છે.હાલમાં તેઓ લોનનો હપ્તો પણ ભરી શકતા નથી રોજગારી નહીં મળવાને કારણે તેઓ નિરાધાર બન્યા છે તેઓ પોતાનું કુટુંબ ભરણ પોષણ કરી શકતા નથી તેવો માટે જીવવું પણ મુશ્કેલ બન્યું છે. તેઓ રોજગારી માટે વલખા મારી રહ્યા છે ત્યારે દહેજ ધી જય માતાજી લોકલ ટ્રાન્સપોર્ટેશન સહકારી મંડળી દ્વારા માંગ કરવામાં આવે છે કે આવનાર સમયમાં દહેજની કંપનીઓ દ્વારા જે મીઠું ખરીદી બહારથી મંગાવવામાં આવે છે તેનો અમને વાંધો નથી પરંતુ સાથે સાથે રેલવે રેકની જે બોગીઓ ઠલાવવામાં આવે છે ત્યાંથી અમોને ટ્રક,ડમ્પરો ગાડીઓના ફેરાના ભાગરૂપે ટ્રાન્સપોર્ટેશનનું કામ આપવામાં આવે. અમારી મુખ્ય માંગ એક જ છે કે સ્થાનિક હોવાનો હક અમને મળે અમે સ્થાનિક રહીશો છે કંપનીઓમાં અમે અમારી જમીન ગુમાવી ચૂકેલા ખેડૂતો છે.જેથી અમારો પહેલો હક બને છે સ્થાનિક રોજગારી અમોને જ મળવી જોઈએ.
જો આવનાર સમયમાં સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને કામ નહીં આપવામાં આવે તો જરૂર પડે ઉગ્રલડત આપી શ્યામ દંડભેદની નીતિ અપનાવી સ્થાનિકોનો હક મેળવીને રહીશું તેવી ચીમકી લોકલ ટ્રાન્સપોર્ટેશનના પ્રમુખ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવનાર સમયમાં દહેજની કંપનીઓ દ્વારા સ્થાનિકોને તેઓનો હક આપવામાં આવે છે કે નહીં.