ભરૂચ,
ભરૂચના સ્ટેશન રોડ ઉપરના એક વિસ્તારમાં શાકભાજીનો વ્યવસાય કરનાર આધેડ સગીરાની છેડતી કરતો હોવાની કેફિયત સામે આવતા સગીરાને શાકભાજી લેવા મોકલી પરિવારજનોએ ચોરીછુપીથી શાકભાજી વેચનારની કરતૂત જોઈ સગીરાની છેડતી કરનાર શાકભાજી વેચનાર આધેડને રંગે હાથ સ્થાનિકોએ ઝડપી પાડી મેથીપાક ચખાડતા પિતાને બચાવવા પડેલા પુત્રને પણ માર મારતા હોવાના વિડીયો વાયરલ થતા મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે સામ સામે ફરિયાદની તજવીજ હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલા ના એક વિસ્તારમા જાહેરમાર્ગ નજીક મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યામાં એક આધેડ છેલ્લા ઘણા સમયથી શાકભાજીનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.જે આધેડ શાકભાજી લેવા આવતી સગીરાને છેડતી કરતો હોવાની બૂમો ઉઠવા પામી હતી.ત્યારે બુધવારના બપોરના ૧૨ વાગ્યાના અરસામાં મામાના ઘરે વેકેશન કરવા આવેલી ૧૨ વર્ષીય સગીરાને શાકભાજી વેચનારને ત્યાં આદુ લેવા જવાનું કહેતા સગીરાએ આદુ લેવા નહિ જઉં તેમ કહ્યું હતું.પરિવારજનોએ કેમ નહિ જાય તેમ પૂછતાં શાકભાજી વાળા કાકા મારી સાથે શારીરિક અડપલાં કરે છે તેમ જણાવતા આ વાત સાંભળી મામા અને પરિવારજનો અચંબામાં મુકાઈ ગયા હતા.જે બાદ સગીરાને શાકભાજી વેચનાર આડેધ પાસે આદુ લેવા મોકલી મામા અને પરિવારના સભ્યોએ ચોરીછૂપીથી શાકભાજી વાળા આધેડ ઉપર નજર રાખી હતી.આ દરમ્યાન સગીરા શાકભાજી વાળા આધેડ પાસે પહોંચતા જ સગીરાને શાકભાજી વાળા આધેડે પકડી અડપલાં કરતા જ મામા અને પરિવારના સભ્યો ત્યાં પહોંચી તેને રંગે હાથ ઝડપી પાડી મેથીપાક આપ્યો હતો.શાકભાજી વેચનાર આધેડને લોકોના ટોળાથી બચાવવા પડેલા તેના પુત્રને પણ સ્થાનિકો માર મારી રહ્યા હોવાના વિડીયો વાયરલ થયા હતા.
સમગ્ર મામલાની જાણ ભરૂચ એ ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લોકોના મારનો ભોગ બનેલા પિતા – પુત્રને પોલીસ મથકે લાવવામાં આવતા સગીરાના મામાએ છેડતીની ફરિયાદ દાખલ કરાવાની કવાયત કરી હતી તો બીજી બાજુ શાકભાજી વેચનાર આધેડ અને તેના પુત્રને માર મારનાર વિડિયોમાં ટોળામાં દેખાતા લોકો સામે ગુનો દાખલ કરવાની કવાયત કરતા પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
ભરૂચમાં ૧૨ વર્ષની સગીરાની છેડતી કરનાર શાકભાજી વેચનાર આધેડને સ્થાનિકોએ માર માર્યો
- શાકભાજી લેવા ગયેલી સગીરાની છેડતી કરનાર શાકભાજી વેચનાર આડેધને મારથી બચાવવા વચ્ચે પડેલા પુત્રને પણ માર મરાયો : મામલો પોલીસ મથકે પહોંચતા સામ સામે ફરિયાદ
RELATED ARTICLES