google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratભરૂચની ઉમરાજ ગ્રામ પંચાયતની આકાંક્ષાનગરી નજીક ગોકળ ગતિએ ચાલતી રોડની કામગીરીથી સ્થાનિકો...

ભરૂચની ઉમરાજ ગ્રામ પંચાયતની આકાંક્ષાનગરી નજીક ગોકળ ગતિએ ચાલતી રોડની કામગીરીથી સ્થાનિકો પરેશાન

- ઉમરાજ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં છેલ્લા ૩ માસથી ગોકળ ગતિએ ચાલતી રોડની કામગીરીથી ચોમાસાના આગમનની ઘડીઓ ગણાતા લોકોની ચિંતામાં વધારો

ભરૂચ,

ભરૂચની ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવેલ આકાંક્ષાનગરી સહિતના વિસ્તારમાં છેલ્લા ૩ માસથી ગોકળ ગતિએ ચાલતી રોડની કામગીરીથી રહીશો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. 

એક તરફ ચોમાસાના આગમનના એંધાણ વર્તાઈ રહ્યા છે તો બીજી તરફ લોકો ચિંતામાં મુકાયા છે.ભરૂચની ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવતી આકાંક્ષાનગરી સોસાયટી સહિતના વિવિધ વિસ્તારમાં ગટર અને તે બાદ રોડ બનાવવાની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે.જેના કારણે અહીંના રહીશોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.આ અંગે ગ્રામ પંચાયત તેમજ કલેકટર કચેરી સહિતના જવાબદાર તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજદિન સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી છેવટે પરિણામ શૂન્ય જ રહ્યું છે.હવે ચોમાસાની ઘડીઓ ગણાઈ રહીં છે.તો બીજી તરફ છૂટો છવાયો વરસાદ પણ પવન સાથે વરસી રહ્યો છે.ત્યારે આ વિસ્તારની હાલત અત્યંત બદતર થઈ શકે છે.સ્થાનિક રહીશોને બાયપાસ સુધી જવું પણ અત્યંત મુશ્કેલ થઈ શકે તેવી સ્થિતિને લઈને રહીશો ચિંતાતુર બન્યા છે.કોઈપણ પ્રકારના આયોજન વગર રોડ અને ગટર સહિતની કામગીરી શરૂ કરી દીધા બાદ પ્રજાજનોને પડતી હાડમારીનો તંત્ર દ્વારા વિચાર કરવામાં આવતો નથી.ત્યારે ચોમાસા પૂર્વે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠવા પામી છે.ત્યારે તંત્ર તેઓની આ માંગને કેટલાક સમયમાં પૂર્ણ કરી સ્થાનિકોને હાલાકી થી છુટકારો અપાવે છે તે જોવું રહ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!