(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
છોટાઉદેપુર જીલ્લાના કરાલી પોલીસ સ્ટેશન ખાતે જીલ્લા પોલીસ અધિક્ષક આઈ જી શેખની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો હતો.જેમાં કલારાણી,કરાલી તેમજ આજુ બાજુના ગામના વહેપારીઓ તથા આગેવાનો હાજર રહ્યા હતા.જેમાં પોલીસ અને વહીવટીતંત્રને લગતા પ્રશ્નો બાબતે પ્રશ્નોત્તરી કરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે.અગ્રણીઓ,સામાજિક કાર્યકરો,રાજકીય આગેવાનોની રજૂઆતો માટે મિટીંગ બોલાવી સાંભળી તેના નિકાલના પ્રયાસો કરવામાં આવતા હોઈ છે.જેઓને તેમની સમસ્યાઓ પૂછતા તેઓએ જણાવ્યું હતું કે હાલ જીલ્લામાં તેમજ કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા ખુબ સારી છે પોલીસ પ્રજાનો મિત્ર છે એ વાત સાર્થક છે.જેમાં મહદંશે પોલીસની કામગીરીથી સંતુષ્ટ હોય એવો લોકોએ અભિપ્રાય આપી પ્રશ્નોત્તરીમાં પોલીસની કામગીરી યોગ્ય હોવાની સાબિતી આપી હતી.આ લોક દરબાર દરમ્યાન જીલ્લા પોલીસ અધિક્ષક આઈ જી શેખએ લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો.લોકોને પડતી સમસ્યાઓ સાંભળી તે સમસ્યાનો વહેલી તકે નિરાકરણ લાવવા માટે તેમણે આશ્વાસન આપ્યું હતું. ઉપરાંત પોલીસ પ્રજાની મિત્ર છે અને કોઈ પણ સમસ્યા હોય તો ગભરાયા વિના પોલીસને જાણ કરવા માટે આઈ જી શેખએ અપીલ કરી હતી.આ કાર્યક્રમમાં આસપાસના ગામોના સરપંચો,રાજકીય તથા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.