google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujarat100% મતદાન માટે રાષ્ટ્રીય શૈક્ષણીક મહાસંઘ નર્મદા દ્રારા લોક જાગરણ

100% મતદાન માટે રાષ્ટ્રીય શૈક્ષણીક મહાસંઘ નર્મદા દ્રારા લોક જાગરણ

- તમામ તાલુકાઓમાં શાળા,ગામ,ક્લસ્ટર,ગ્રુપ અને મંડલ સુધીનું માઈક્રો પ્લાનિંગ કરી મતદારો 100% મતદાન કરવાની રૂપરેખા તૈયાર કરાઈ

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નર્મદાના જિલ્લા અઘ્યક્ષશ્રી દેવેન્દ્રભાઈ જાદવની તથા મહામંત્રી મહેન્દ્રભાઈ વસાવાની અઘ્યક્ષતામાં જિલ્લાના તમામ તાલુકામાં બેઠક યોજવામાં આવી. બેઠકની સૌપ્રથમ શરૂઆત તિલકવાડા તાલુકામાંથી કરવામાં આવી. ત્યારબાદ ગરુડેશ્વર, નાંદોદ, ડેડીયાપાડા અને સાગબારા ખાતે તબક્કાવાર બેઠક યોજવામાં આવી હતી.બેઠકનો મુખ્ય એજન્ડા -રાષ્ટ્ર હિતમાં 100% મતદાન. મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિશેષ ચિંતન અને આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લાના તમામ તાલુકાઓમાં શાળા,ગામ,ક્લસ્ટર, ગ્રુપ અને મંડલ સુધીનું માઈક્રો પ્લાનિંગ કરી મતદારો 100% મતદાન કરવા પ્રેરાય તેના માટેની રૂપરેખા તૈયાર કરવામાં આવી.તાલુકા વાઈઝ કારોબારી બેઠકમાં તાલુકા વાઈઝ જિલ્લાના હોદ્દેદારની જવાબદારી નક્કી કરવામાં આવી.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નર્મદાના તમામ હોદ્દેદારો તાલુકા વાઈઝ બેઠકમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એમ જિલ્લાના પ્રચારમંત્રી અમિત ગીરી ગોસ્વામીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!