google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 16, 2024
HomeGujaratલોકસભા ચૂંટણી ટાણે રાજપીપલા ખાતે મનસુખ વસાવાના સન્માન સમારંભમાં ભાજપી નેતાઓમાં એકતાનો...

લોકસભા ચૂંટણી ટાણે રાજપીપલા ખાતે મનસુખ વસાવાના સન્માન સમારંભમાં ભાજપી નેતાઓમાં એકતાનો પરચો

- ભાજપના સસ્પેન્ડેડ ધારાસભ્ય હર્ષદ વસાવા સહીત નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ સહીત સૌ આગેવાનો મતભેદ ભૂલી એક થયા

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

આજે રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા સાતપુડા પર્વત ગિરિમાળા માં રહેતા વન વિસ્તારના નાગરિકો દ્વારા ભરૂચ નર્મદાના સાંસદ મનસુખ વસાવાનો સન્માન કાર્યક્રમ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ સહિત પૂર્વ આદિવાસી મોરચા અધ્યક્ષ અને વિધાનસભાની ચૂંટણીમાં બળવો કરનારા હર્ષદ વસાવા સહિત અને નેતાઓ કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.ત્યારે સાંસદ મનસુખ વસાવાએ ભાષણમાં જિલ્લાના તમામ આદિવાસીઓના વિકાસની વાત કરી હતી કે ભાજપ સરકાર માં તમામ ટ્રાઈબલ માં કામો થયા છે અને આ કામો કરાવવા માટે અમે સરકાર સાથે લડ્યા પણ છીએ અને જે કેન્દ્ર અને રાજ્ય સરકાર માં રાજુઆતો કરી અમે ગુજરાત અને મહારાષ્ટ્રની મેણ નદી પર બ્રીજ બનાવવામાં માટે ખૂબ રજુઆતો કરી ત્યારે બન્યો અને આવા ડુંગરોમાં રસ્તો બનાવવો એ માત્ર મોદી સરકાર જ કરી શકે એટલે મેં નરેન્દ્ર મોદીની વાતો કરું છું.ભલે મારી વાતોથી નરેન્દ્ર મોદી મારાથી નારાજ થઈ જાય પણ નરેન્દ્ર મોદી પણ જાણે છે કે મનસુખ વસાવાની વાત માં કોઈ તો દમ હોય છે.આજે જંગલમાં થતા વાંસને ઝાડ ગણવામાં આવતું હતું પહેલા તમે એક વાંસ કાપો તો તમને ફોરેસ્ટ વાળા પકડી ને લઈ જાય અને એ વાંસ ને ભાજપ સરકારના મોદી સાહેબે ઘાસમાં પરિવર્તન કરી નાખ્યું એટલે હવે આદિવાસીઓ વાંસ વેચી રોજગારી મેળવતા થયા,આજે જંગલોમાં રસ્તાઓ બન્યા અને જે હાલ રાજપીપલા પાસે જુનારાજ નો રસ્તો મંજુર થયો છે.જ્યાં હવે વિકાસ થશે.પરંતુ ત્યાં હાલ બહાર ના મોટા ઉદ્યોગ પતિઓ ના આંટાફેરા લગાવવા જોવા મળ્યા છે આદિવાસીની જમીનો વેચાણ લઈ મોટી હોટલો બનાવે અને અહીંના સ્થાનિકોને હોટલોમાં નોકર બનાવે એટલે અહીંના લોકો આવા લોકોથી સાવધાન રહેજો. બાકી સાપુતારા જેવી હાલત થશે,જમીનો સ્થાનિકો ની અને હોટલો મોટા લોકોની!. અને એજ હોટલોમાં સ્થાનિકો ને મજૂર બનાવી રાખે હવે એ ન થવા દેતા અને આપો તો એને કહેજોકે અમને ભાગીદાર બનાવે. કારણ કે આવનારા દિવસોમાં નર્મદા જિલ્લાના તમામ ગામો પ્રવાસન ધામ બનવા જઈ રહ્યું છે.માટે આપણે સાચવવાનું છે કે અહીં ના સ્થાનિકોને જ વધુ રોજગારી મળે.બાકી ઘણા અવળચંડાને ગમતું ન હોઈ એવા લોકો આપની રીકા કરે છે.મંચ પરથી ભાજપા ના સસ્પેન્ડેડ પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા.અને નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે મનસુખભાઈનું ઉષ્માભેર સ્વાગત કરી ચરણ સ્પર્શ પણ કર્યાં હતાં તો જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલે પણ મનસુખભાઈનું ઉષ્માભેર સ્વાગત કરી શુભકામના પાઠવી હતી.

જ્યારે નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે વિધાનસભા ડેડીયાપાડા આપ ની જીત થઈ હતી.એક નાનકડી ભૂલને કારણે ભાજપા હાર્યું.આજે ડેડીયાપાડા માં આપણા  ભાજપ ના કોઈ પ્રતિનિધિ નથી.આપણે  ભાજપ વાળા એક મોટી ભૂલ કરી નાખી છે જેને લઈ આજે ડેડીયાપાડા માં ભાજપ નથી.આપણે જોઈએ છીએ કે સામે વાળા લોકો આપણને ટાર્ગેટ કરે છે.ત્યારે જેમને જવાબ આપવામાં પાછા પડીએ છીએ. કોઈ પણ વિકાસ ની વાત હોય પરંતુ આપરે એમની સામે નથી બોલી શકતા આપણા માં કોઈ ડર જોવા મળે છે તમારા મન માં જે છે એ ડર કાઢી નાખજોઅને મનસુખ વસાવાને ફરી લાવવાના છે અને આપણે સૌ આદિવાસી સમાજ લોકો સાંસદ મનસુખ વસાવા પડખે ઉભા છીએ એમ કહી આગામી લોકસભાની ચૂંટણી ટાણે સર્વે મતભેદો ભૂલી જઈ એકતાનો પરચો દાખવી આગામી લોકસભામાં ભરૂચ બેઠક પર મનસુખ વસાવાને સાતમી વાર જીતાડવામાટે સામુહિક સંકેત અપાયા હતાં.સમારંભમાં હર્ષદ વસાવાની હાજરી સસ્પેન્ડેડ પૂર્વ ધારાસભ્ય હર્ષદવસાવાને આગામી દિવસોમાં ભાજપામાં પુન:ઘર વાપસી થાય એવા સંકેતો જણાયા હતા!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!