google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, April 16, 2024
HomeGujaratલોકસભાની ચૂંટણી પહેલા આદિવાસી વિસ્તારમાં ધર્માંતરણનો મુદ્દો ચર્ચામાં

લોકસભાની ચૂંટણી પહેલા આદિવાસી વિસ્તારમાં ધર્માંતરણનો મુદ્દો ચર્ચામાં

- શું આદિવાસીઓ નર્મદામાં ૧૧ તારીખે ધર્માંતરણ કરશે? ભારે ચર્ચા - રાષ્ટ્રીય આદિવાસી મંચ અને વીએચપી દ્વારા કાર્યક્રમ રદ્દ કરવાની કરી માંગ સાથે કલેકટરને આપ્યું આવેદન - સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા : લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાય છે આદિવાસી હિન્દૂ હતો અને રહેશે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

આદિવાસી વિસ્તારમાં લોકસભાની ચૂંટણી પહેલા નર્મદા જિલ્લામાં ધર્માંતરણનો મુદ્દો ભારે ચર્ચામાં આવ્યો છે.૧૧ મી ફેબ્રુઆરીએ ડેડીયાપાડાના સાંકળી ગામે ખ્રિસ્તી સમાજનો કાર્યક્રમ યોજવાનો છે જેની જોરશોરથી જાહેરાત થઈ રહી છે.જેની સામે રાષ્ટ્રીય આદિવાસી મંચ અને વીએચપી દ્વારા રજુઆત કરી કલેકટરને સોનજીભાઈ વસાવા,જાનકી આશ્રમ ડેડીયાપાડા તેમજ ગૌતમ પટેલ, મંત્રી,નર્મદા જિલ્લા વિશ્વહિન્દૂ પરિષદ, નર્મદાની ઉપસ્થિતિમાં વિહિપ દ્વારા આવેદનપત્ર આપ્યું છે.

આ આત્મીક કાર્યક્રમનો વિહિપે વિરોધ કર્યો છે અને VHP અને રાષ્ટ્રીય આદિવાસી મંચ ની રજુઆત કાર્યક્રમ રદ્દ કરવાની કરી માંગ સાથે કલેકટરને આવેદન આપતા રાજકારણ ગરમાયું છે.જોકે આ અંગે અગાઉ પણ સાંસદ મનસુખ વસાવા ધર્માંતરણ બાબતે પ્રતિક્રિયા આપી ચુક્યા છે.મનસુખ વસાવાએ આ અંગે જણાવ્યું હતું કે ખ્રિસ્તી ધર્મ અંગ્રેજો લઈ આવ્યા હતા.મુગલો મુસ્લિમ ધર્મ લઈ લાવ્યા હતા.આદિવાસી સમાજ પણ હિન્દૂ સંસ્કૃતિ સાથે જોડાયેલા છે.આદિવાસી હિન્દૂ હતો અને રહેશે લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!