google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Home Gujarat રાજપીપલા એરપોર્ટના નામે પ્રજાને લોલીપોપ : વર્ષો જૂની રાજપીપલાને એરપોર્ટ આપવાની માંગ...

રાજપીપલા એરપોર્ટના નામે પ્રજાને લોલીપોપ : વર્ષો જૂની રાજપીપલાને એરપોર્ટ આપવાની માંગ પર પાણી ફરી વળ્યું

- નર્મદામાં એરપોર્ટ રાજપીપલાથી તિલકવાડા જતું રહેતા રાજપીપલા વાસીઓમાં રોષ - કેવડિયા SOU થી ૧૨ ક્લિોમીટર દૂર તિલકવાડાના ફેરકુવા,ભાદરવા અનેસોરવા ગામની જમીન એરપોર્ટ બનાવવા પસંદ કરાઈ - રાજપીપલા વેપારી મથક અને જિલ્લાનું વડું મથક હોઈ રાજપીપલામાં એરપોર્ટ બને તો રાજપીપલા સહીત જિલ્લાનો વધુ સારો વિકાસ થઈ શકે

0
121

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપલાને એરપોર્ટ બનાવવાની વર્ષો જૂની માંગ પર પાણી ફરી વળ્યું છેરાજપીપલામા એરપોર્ટ બનાવવાની જોર શોરથી જાહેરાત થયા પછી એરપોર્ટ રાજપીપલાથી તિલકવાડા જતું રહેતા રાજપીપલા વાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે.
વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બનેલ વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં કેવડિયા આવવા માટે દેશના મોટા શહેરોને રેલમાર્ગથી જોડવામાં આવ્યાં છે તથા લોકો ખાનગી વાહનો મારફતે પણઆવે છે ત્યારે હવે હવાઈ માર્ગે જોડવાનો પણ પ્રયાસ શરૂ થયો છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સી-પ્લેન બાદ હવે ૩૦૦૦ મીટરના રન-વે સાથે બોઈંગ સહિતના મોટા વિમાનો ઉતરાણ કરી શકે તે પ્રકારનું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે.જે કેવડિયા SOU થી ૧૨ક્લિોમીટર દૂર તિલકવાડાના ફેરકુવા,ભાદરવા અનેસોરવા ગામની જમીન એરપોર્ટ બનાવવા પસંદ કરાઈ છે.કેવડિયા SOU થી ૧૨ ક્લિોમીટર દૂર તિલકવાડાના ફેરકુવા, ભાદરવા અનેસોરવા ગામની જમીન એરપોર્ટ બનાવવા પસંદ કરાઈ છે.જેમાં ૩૦૦૦ મીટરના રન-વે સાથે એરપોર્ટ વિકસાવવાનું આયોજન છે.
આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પંકજ શાહે જણાવ્યું હતું કે રાજપીપલા મા રજવાડા સમયનું એરોડ્રામ બનાવેલું હતું.પંડિત જવાહરલાલ નહેરુ નવાગામ ખાતે નર્મદા ડેમના ખાતમુહૂર્ત કરવા આવેલા ત્યારે આજ એરપોર્ટ પર ત્રણ નાના પ્લેન ઉતરેલા.ત્યાર પછી રાજપીપલા મા એરસ્ટ્રીપ બનાવવા મન્જુરી આપેલી.લોકોને આશા હતી કે રાજપીપલાને પણ એરપોર્ટ મળશે જો રાજપીપલા મા એરપોર્ટ બને તો સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત રાજપીપલાનો વેપાર ઉદ્યોગ નો વિકાસ થાય રાજપીપલા ને એરપોર્ટ મળે એવી જનતાની માંગ છે.
રાજપીપલા ના વેપારી અગ્રણી રમણીસિંહ રાઠોડે જણાવ્યું હતું કે રાજપીપલા મા જૂનું એરોડ્રામહતું. એ માટે જમીન પણ છે.સાફ સફાઈ પણ થઈછે.એના માટે બાય પાસ રોડ બનાવવાનું કામ પણ ચાલુ છે.હવે તિલકવાડા એરપોર્ટ લઈ જાય એનો વાંધો નથી પણ એરોડ્રામ બનાવવાની વાત રાજપીપલાની હતી. ખરેખર રાજપીપલામા એરપોર્ટ થાય તો રાજપીપલા નો વિકાસ ચોક્કસ થાય એમ છે.
જયારે રાજપીપલા શહેર કોંગ્રેસ પ્રમુખ માલવ બારોટે જણાવ્યું કે રાજપીપલાને સરકાર દ્વારા એરસ્ટ્રીપ બનાવવાની માત્ર લોલીપોપ જ આપવામાં આવી છે.એરોડ્રામ બનાવવા અંગે જોર શોરથી જાહેરાત થઈ હતી અને પછી છેલ્લે તિલકવાડા લઈ જવાઈ એનાથી પ્રજા નારાજ છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સી પ્લેન ચાલુ કરવામાં આવેલ તે પણ બંધ થઈ ગઈ છેરાજપીપલા નો વિકાસ રૂંધાઈ રહ્યો છે.જિલ્લા ના વડા મથક રાજપીપલાને એરપોર્ટ મળવું જોઈએ.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!