ભરૂચ, જીવન અને મૃત્યુ જેના હાથમાં છે જેના હાથમાં સર્જન અને વિસર્જન છે એવા મહાકાલ પશુપતિનાથ પોતાના છત્ર નિર્માણ માટે ભક્તોની રાહ જોઈ રહ્યા છે. ભરૂચમાં આવેલ ભયાનક પુરે જુના ભરૂચ સહિત કિનારાના ગામોમાં ઘણો વિનાશ વેર્યો હતો.જેમાં સરકારે મલમપટ્ટી મારતા હોઈ તે રીતે પુરપીડિતોને સહાય કરી હતી. ભરૂચના દશાશ્વમેઘ ઘાટ સ્થિત નર્મદાતટ પણ પુરની થપાટમાં આવી જવા પામ્યો હતો.જેમાં નર્મદા તટે ભક્તોની અદમ્ય ભક્તિમાં પતરાનો શેડ બનાવી મહાકાલ પશુપતિનાથજીનું મંદિર નિર્માણ કરવામાં આવેલું જેનો શેડ સહિત વીજપોલ,તેમજ વર્ષો જુના ઉભા વૃક્ષો ઝૂકી જવા પામ્યા હતા. હવે.મહાકાલ પશુપતિનાથજીનું છત્ર નિર્માણ કરવાનું છે.ત્યારે જ્યારથી મંદિર બન્યું ત્યારથી સેવા આપતા અને દેવોના દેવ પશુપતિનાથ મહાદેવજીના શિવલિંગનો રોજનો અદભૂત શણગાર કરતા એક ગરીબ ભક્તે જણાવ્યું હતું કે જો મહાકાલના ભક્તો ચાહે તો મંદિરનું નિર્માણ થઈ શકે છે.મહાકાલની ઈચ્છા હશે તો છત્રનું નિર્માણ પણ થઈ જશે.પણ હાલ તો મહાકાલ પશુપતિનાથજી છત્ર નિર્માણ માટે પોતાના નસીબદાર ભક્તોની અને દાતાઓની રાહ જોઈ રહ્યા છે.જે મહાકાલ પશુપતિનાથજીનું છત્ર નિર્માણ કરશે.