google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratમધ્યપ્રદેશના અલીરાજપુરના વંશના મહારાજા રાજવી કમલેન્દ્રસિંહજીનું ૯૧ વર્ષની વયે નિધન

મધ્યપ્રદેશના અલીરાજપુરના વંશના મહારાજા રાજવી કમલેન્દ્રસિંહજીનું ૯૧ વર્ષની વયે નિધન

- રાજપીપલા મેડિકલ કોલેજમાં દેહદાન કરાયું : BSF દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ અપાઈ

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
અલીરાજપુર રાજવંશનો મહારાજા મહારાજ કમલેન્દ્રસિંહનું ૯૧ વર્ષની જૈફ વયે શનિવારે વડોદરા ખાતે સારવાર દરમ્યાન નિધન થયું હતું.તેઓની ઈચ્છાનુસાર નિધન બાદ તેમના પાર્થિવ શરીરનું રાજપીપલાની મેડિકલ કોલેજમાં દેહદાન કરવામાં આવ્યું હતું. BSF દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.
છોટાઉદેપુર જિલ્લાને અડીને આવેલા મધ્યપ્રદેશના અલીરાજપુરના મહારાજા કમલેન્દ્રસિંહ કેટલાક દિવસોથી બીમાર હતા.તેઓને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.જેઓનું સારવાર દરમ્યાન નિધન થયું હતું.તેઓની ૯૧ વર્ષની ઉંમર હતી. તેઓએ ભારતીય સૈન્યમાં વર્ષ ૧૯૮૯ સુધી BSFમાં કમાન્ડેટ તરીકે સેવા આપી હતી.જેને લઇને તેઓને BSF ગાર્ડ ઓફ ઓનર સૈનિક સન્માન આપીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના પરિવારના બારિયા રાજઘરાનાના રાજમાતા ઉર્વશીદેવી, તુષારસિંહ (બાબા સાહેબ),મહારાજા કમલેન્દ્રસિંહની બહેન જયાબા,ગાયકવાડ પરિવાર,સોંડવા રાજઘરાનાના સભ્ય,પીપલીયાવાંટ રાજઘરાનાના સભ્ય તેમજ બોડેલીના વાંટા રાજઘરાનાના સભ્ય તેમજ અન્ય સગા સંબંધીઓ હાજર રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે ૩૦ માર્ચ ૧૯૯૬ ના રોજ તેમના મોટાભાઈ મહારાજા સુરેન્દ્રસિંહનું ઈન્દોરમાં નિધન થયું હતું.ત્યાર બાદ કમલેન્દ્રસિંહને અલીરાજપુરના મહારાજા તરીકે રાજતિલક કરવામાં આવ્યું હતું.
તેઓ લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા.તેમની તબિયત લથડતા 5જુલાઈના રોજ તેને વડોદરા લઈ જવામાં આવ્યાંહતાં એમની અંતિમ ઈચ્છા પોતાના શરીરનું મેડિકલ કોલેજ દેહદાન કરવાની હતી. એ માટે તેમણે પોતાનું શરીર દાન માટેનું ફોર્મ ભર્યું હતું.તેમના નિધન બાદ તેમની દેહદાનની અંતિમ ઈચ્છા પુરી કરવા તેમના પાર્થિવ દેહને વડોદરા જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ગોત્રીમાં લઈ જવા માટે સંપર્ક કરાયો હતો પણ ત્યાં દેહ રાખવા માટેનીટેન્ક હાઉસ ફૂલ થઈ ગઈ હતી.તેથી રાજપીપલા ખાતે દાન કરવાની સલાહ અપાતા સદગતનાં પાર્થિવ દેહને રાજપીપલા જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં લવાયો હતો જ્યાં દેહદાન કરાયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!