(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
નર્મદા જિલ્લામાં પણ મહારાષ્ટીયન પરીવાર વસેલો છે જેમનું નવું વર્ષ ગુડી પડવાથી શરુ થાય છે.રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં આજે મહારાષ્ટ્રીયનોનું નવું વર્ષ ગુડીપડવાની ભારે શ્રધ્ધા અને ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી,
રાજપીપલામા મહારાષ્ટ્રીયન પરિવારોએ ભેગી થઈ ગુડીપડવાના દિવસે નવા વસ્ત્રો પરિધાન કરીને મહારાષ્ટ્રીયન મહીલાઓએ ગુડીપૂજન કર્યુ હતુ.ઘર આંગણાની રંગોળીથી સજાવી પારંપરીક ધ્વજ ગૂડીપતાકા,તોરણો ઘરેઘરે લટકાવી સૂર્યોદય સમયે ગૂડીને તેલ લગાડી રેશમી વસ્ત્ર,કઢી લીમડાની ડાળી,ફુલમાળા બાંધીને ઉપરના છેડે કોરુ વસ્ત્ર ઢાંકી તાંબા કે પિત્તળ કે ચાંદીના લોટાને એક લાકડી પર ઉંધો લોટો લટકાવી તનાપાન આંબા,લીમડાના પાન તથા નવા વસ્ત્રથી બાંધીને ગુડી બનાવી તૈયાર કરી તેનુ પૂજન કર્યું હતુ.આજના દિવસે મહારાષ્ટ્રીયનોએ એકબીજાને નવ વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
ગુડીપડવાના દિવસે મહારાષ્ટ્રીયનોએ વહેલી સવારે અત્યંગ સ્નાન કર્યુ હતુ તેમા શરીર સુગંધિત તેલ લગાડી ચોળીને ત્વચામાં જીરવી ગરમ પાણીથી સ્નાન કર્યુ હતુ.અચંગ સ્નાનથી શરીર માંથી રજો ગુણ,તમો ગુણનો નાશ થાય છે અને સતોગુણનો પ્રભાવ વધતો હોવાનું જણાવ્યુ હતુ.
રાજપીપળામાં મહારાષ્ટ્રીયનોએ ગુડી પડવાના નવા વર્ષની ઉલ્લાસભેર ઉજવણી કરી
- મહારાષ્ટ્રીયનોએ એકબીજાને નવ વર્ષની શુભકામના પાઠવી : ગુડીપડવાના દિવસે જ બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યુ હતુ