(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકાના સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુન્શી જેઓ દક્ષિણ આફ્રિકામાં રોજગારી અર્થે સ્થાયી થયા હતા અને સંતાનમાં એક દીકરી અને દીકરો છે.તેઓ નોકરીથી છુટી પરત પોતાના ઘરે ગાડીમાં જતા હતા.તે સમયે દરમિયાન દક્ષિણ આફ્રિકાના નિગ્રો જાતિના લોકોએ તેમને લૂંટવા માટે રોકવાનો પ્રયાસ કર્યો હતો અને શરીરના ભાગે ગોળી મારી ઈજા પહોંચાડી હતી.તેમ છતાંય સાહિલે હિંમત રાખી ગાડી ચલાવી હતી અને નિગ્રો જાતિના લોકોએ ગાડીનો પીછો કરી દૂર જઈ તેમની ગાડી પર છ થી સાત ગોળીઓ મારી દેતા સાહિલને ગોળી વાગતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું.સદર ઘટના અંગે સારોદ ગામમાં જાણ થતા પરિવાર અને ગામમાં શોક નું મોજુ ફરી વળ્યું હતું.
દક્ષિણ આફ્રિકામાં સારોદના એક વ્યક્તિની ગોળી મારી હત્યા કરી
man from Sarod was shot dead in South Africa