google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratમાનવસેવા ટ્રસ્ટ દ્વારા શાળાઓમાં ચંદનના છોડનું વિતરણ કરવામાં આવ્યું

માનવસેવા ટ્રસ્ટ દ્વારા શાળાઓમાં ચંદનના છોડનું વિતરણ કરવામાં આવ્યું

- ચંદેરીયા માલજીપુરાની શાળાઓમાં વિદ્યાર્થી દીઠ બે ચંદનના છોડ તથા એક કેસર કેરીનો છોડ તથા શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યા

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા તાલુકાના માલજીપુરા ગામના વતની અને ડેડીયાપાડાના માજી ધારાસભ્ય મહેશભાઈ વસાવા દ્વારા માનવસેવા ટ્રસ્ટ નામથી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

આજરોજ માનવસેવા ટ્રસ્ટના ટ્રસ્ટી એવા મહેશભાઈ વસાવાના પરિવાર દ્વારા ઝઘડિયા તાલુકાના માલજીપુરા તથા ચંદેરીયા ગામની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ સાથે પર્યાવરણનું જતનના ઉદ્દેશ સાથે દરેક વિદ્યાર્થીને બે ચંદનના છોડ એક કેસર કેરીનો છોડ તથા સ્કુલ બેગ કંપાસ કીટ નોટ બુક્સ રેઇનકોટ વિતરણ કરવામાં આવ્યું હતું.શિક્ષણ સાથે પર્યાવરણ બચાવોના ઉદ્દેશથી અને આવનારા સમયમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય અને ધ્યાનમાં લઈ માનવસેવા ટ્રસ્ટ દ્વારા બે ચંદનના છોડ તથા એક કેસર કેરીનો છોડ અને શિક્ષણ વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં મહેશભાઈ વસાવાના પુત્રી હિરલબેન,પુત્ર ગૌરવ તથા ગામના સરપંચ રૂપેશભાઈ સહિત શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!