google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratઉમલ્લા ખાતે આવી પહોંચેલા મનસુખ વસાવાએ ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર પર રેતી...

ઉમલ્લા ખાતે આવી પહોંચેલા મનસુખ વસાવાએ ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર પર રેતી વાળા સાથે સેટિંગ હોવાના સનસનીખેજ આક્ષેપો કર્યા

- ઉમલ્લા ખાતે ઓવરલોડ રેતી વહન કરતાં વાહનોના કારણે પાણીની પાઈપલાઈન તૂટી હોય તેની મુલાકાતે મનસુખ વસાવા આવ્યા હતા - મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે લોકો કહી રહ્યા છે કે રેતીવાળાઓ સાથે ડીડીઓ,ટીડીઓ,આરટીઓ,ભુસ્તર વિભાગ,રાજપારડી ઉમલ્લાના પોલીસ અધિકારીઓનું સેટિંગ છે!

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા તાલુકામાં સૌથી મોટો સળગતો પ્રશ્ન હોય તો તે ગેરકાયદેસર રેતી ખનન, તેનું ઓવરલોડ વહન અને રોયલ્ટી ચોરી છે આ તમામ ગેરકાયદેસર પ્રક્રિયાના કારણે સરકારી તિજોરી પર માર પડે છે,જાહેર રસ્તાઓ રાજમાર્ગો ને નુકસાન થઈ રહ્યું છે.ઉપરાંત સ્થાનિકો પણ હેરાન થઈ રહ્યા છે પરંતુ રેતી વહનને લગતા તમામ ચાર પાંચ વિભાગોનું એકબીજા સાથે સેટિંગ હોય લોકોની સમસ્યા પર કોઈ ધ્યાન આપતું નથી, પાણેથા ઈન્દોર નાના વાસણા વિસ્તાર માંથી ખૂબ મોટાપાયે ગેરકાયદેસર રેતી ખનન કરી તેનું ઓવરલોડ તથા પાણી નીતરતી રેતી નું વહન થઇ રહ્યું છે.જેના કારણે ઉમલ્લા બજારમાં સતત અવરજવર ઓવરલોડ વાહનોની રહેતી હોય ઉમલ્લા ગ્રામ પંચાયતની પીવાના પાણીની મુખ્ય લાઈન તૂટી જવા પામી છે.જેના કારણે છેલ્લા પાંચ છ દિવસથી લોકો પાણી માટે કકળાટ કરી રહ્યા છે,લાઈનમાં ભંગાણ એવુ છે કે કઈ જગ્યાએ થયું છે તે પણ શોધવું હમણાં મુશ્કેલ છે આ બધી સમસ્યાઓની રજુઆતના પગલે આજરોજ મનસુખ વસાવા ઉમલ્લા ખાતે મુલાકાતે આવ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે ઓવરલોડ રેતીના વાહનોના કારણે લોકો પરેશાન છે,પાણીની પાઈપલાઈન તૂટી હોવા બાબતે તેમણે જણાવ્યું કે જીલ્લા પંચાયત,તાલુકા પંચાયત,મામલતદાર,ખાણ ખનીજ ને પણ જાણકારી આપી છે તેમ છતાં કોઈ અધિકારી અહીં આવ્યા નથી, બધાની મીલીભગતના કારણે બેરોકટોક વાહનો ચાલે છે.તાલુકા વિકાસ અધિકારી પણ સેટિંગ કરી બેઠા છે! તેમણે જણાવ્યું હતું કે સરકારના નીતિ નિયમ મુજબ કામ કરો અમને કોઈ વાંધો નથી પરંતુ સરકારના નીતિ નિયમ મુજબ રેતી વહન થતું નથી જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે,રાજપીપળા થી ભરૂચ સુધી રોડની સાઈડમાં રેતીના ડુંગરો ખડકી દેવામાં આવ્યા છે,તેમ છતાં કોઈ તેમને રોકવાટોકવા વાળું નથી તેમ તેમણે જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે અહીં લોકો કહી રહ્યા છે કે જીલ્લા વિકાસ અધિકારી,તાલુકા વિકાસ અધિકારી, ભૂસ્તર વિભાગ, આરટીઓ તેમજ રાજપારડી અને ઉમલ્લા પોલીસ નું રેતીવાળા સાથે સેટિંગ છે,બે રોકટોક ચાલતાં રેતીના ઓવરલોડ વાહનોથી લોકો ત્રાસી ગયા છે.આ બાબતે કલેકટર નું પણ ધ્યાન દોર્યું હતું છતાં પણ તેમના દ્વારા કોઈ પગલાં ભરાયા નથી,અહીંની પ્રજા હેરાનના થાય તે અમારો ઉદ્દેશ છે,આવાજ ઓવરલોડ વાહનો ચાલતા રહ્યા તો ચોમાસામાં રસ્તાઓની શું હાલત થશે? ગેરકાયદેસર ચાલતા ઓવરલોડ વાહનોને તંત્રએ રોકવા જોઈએ, તાલુકાના પદાધિકારીઓ બાબતે તેમણે જણાવ્યું હતું કે તેઓ જો રેતીવાળા સાથે સેટિંગ કરતા હોય તો તે દુઃખદ ઘટના કહેવાય,જો ઓવરલોડ વાહનો બંધ નહીં થાય તો આ વિસ્તારમાં જન આંદોલન કરવાની ફરજ પડશે અને તેનું નેતૃત્વ હું જાતે કરીશ તેમ તેમણે જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!