ભરૂચ,
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના કાપોદ્રા ગામે મામા ના ઘરે રહેતી ભાણીએ પતિ છૂટાછેડા આપ્યા વિના બીજી યુવતી સાથે લગ્ન કરનાર હોવાની પત્રિકા આવતા જ ભોગ બનનાર પરણિતાએ પતિને છૂટાછેડા ન આપ્યા હોય છતાં બીજા લગ્ન માટે તૈયાર થતા આખરે તેણીએ પતિ અને સાસરિયાઓ તેમજ લગ્ન કરવા તૈયાર થયેલી યુવતી સામે ગંભીર પ્રકારનો આક્ષેપ કરતો વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કરી ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા લગ્ન મોકૂફ કરાયા પરંતુ આપઘાતનો પ્રયાસ કરનાર યુવતી સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના કાપોદ્રા ગામે મામા ના ઘરે રહેતી નિલોફર કડીવાલા ના લગ્ન 2021 માં વડોદરાના તાંદલજા ખાતે રહેતા આદિલ ઈકબાલ હાજી અબ્દુલ રહેમાન કડીવાલા સાથે થયા હતા અને બંને નું જીવન સારું રહ્યા બાદ બંને વચ્ચે સામાન્ય ઝઘડો થતા આદિલ નિલોફર કડીવાલાને તેના પિયર તરછોડી ગયો હતો અને ત્યાર બાદ નિલોફર કડીવાલાને સાથે ન લઈ જઈ વકીલ મારફતે ટ્રિપલ તલાકની નોટિસ આપી છૂટાછેડા આપ્યા હોવાનું માણી વડોદરા ના તાંદલજા ની યુવતી કરિશ્મા સાથે લગ્ન નક્કી કર્યાં હોવાની પત્રિકા સગા સંબંધીઓને ત્યાં પહોંચતા એક પત્રિકા પ્રથમ પત્ની નિલોફર કડીવાલા પાસે આવી હતી અને બાબતે નિલોફરે આદિલને છૂટાછેડા ન આપ્યા હોય છતાં આદિલ બીજા લગ્ન કરી રહ્યો હોય અને તારીખ 3-3-2024 ના રોજ લગ્ન થવાના હોય જેના કારણે નિલોફર કડીવાલાએ આ લગ્ન ખોટા અને ગેરકાયદેસર રીતે થતા હોય તેવા આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ આપી હતી.પરંતુ પોલીસ તરફથી કોઈ ન્યાય નહીં મળતા આખરે નિલોફર કડીવાલાએ ઝેરી દવા ગટગટાવી લેતા પહેલા એક વિડીયો બનાવ્યો હતો.જેમાં પોલીસ અને પતિ તેમજ સાસરિયા સામે ગંભીર પ્રકારનો આક્ષેપ કરતો વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કરી ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ગંભીર હાલત માં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ માં આઈસીયુ માં જીવન મરણ વચ્ચે હોવાના અહેવાલો સામે આવ્યા છે.
તો બીજી તરફ નિલોફર કડીવાલાએ આપઘાતનો પ્રયાસ કરતા તેના પતિ જે યુવતી સાથે લગ્ન કરનાર હોય તે યુવતીના પિતાએ સોશ્યલ મીડિયાના વોટ્સએપ કડીવાલા ઘાંચી ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ માં સાંજના 8:18 કલાકે પિતાએ મેસેજ મુક્યો હતો.જેમાં લખ્યું છે કે તારીખ 3-3-2024 ના રોજ મારી દીકરીના ના નિકાનામાં નિમિત્તે ભોજન સમારંભ સહીત તમામ અન્ય કાર્યક્રમો ખાસ સંજોગો ને લઈ સ્થગિત કરવામાં આવ્યા છે.તકલીફ બદલ ક્ષમા નો મેસેજ મુક્યો છે.
જેના પરથી એવું કહી શકાય કે બીજા લગ્ન માટે થતા પતિનું પ્રથમ પત્નીએ સુરસુરીયું કરી નાખ્યું હોય તેવો વોટ્સએપ નો મેસેજ પણ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયો છે.
વડોદરાના તાંદલજાનો પરણિત યુવક બીજા લગ્ન કરે તે પહેલા જ લગ્ન મોકૂફ?
- પ્રથમ પત્નીએ પતિના બીજા લગ્નની પત્રિકાથી વિડીયો બનાવી આપઘાતનો પ્રયાસ કરતા લગ્ન મોકૂફનો મેસેજ દીકરીના પિતાએ સોશ્યલ મીડિયામાં મુક્યો - પ્રથમ પત્નીએ આપઘાત પહેલાના વીડિયોમાં પતિ સહીત સાસરિયાઓના ત્રાસ અને પતિ જેની સાથે લગ્ન કરનાર છે તે યુવતી ઉપર પણ આક્ષેપ કરતો વિડીયો વાયરલ કર્યો - આપઘાતનો પ્રયાસ કરનાર નિલોફર કડીવાલા સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં જીવન મરણ વચ્ચે હોવાના અહેવાલો - અંકલેશ્વર રૂરલ પોલીસે સિવિલ હોસ્પિટલમાં આપઘાતનો પ્રયાસ કરનારની માતા અને પરિવારજનોના નિવેદન નોંધ્યા : દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવા પરિવારની માંગ