google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, April 15, 2024
HomeGujaratઉત્તરાયણ પર્વમાં અંકલેશ્વરમાં કંપની અને નોબલ માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ

ઉત્તરાયણ પર્વમાં અંકલેશ્વરમાં કંપની અને નોબલ માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ

- અંકલેશ્વર DPMC, પાનોલી નોટીફાઈડ તેમજ અંકલેશ્વર નગરપાલિકાના પાંચ જેટલા ફાયર ઘટના સ્થળે પહોંચી કલાકોની ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો

અંકલેશ્વર,

ઉત્તરાયણ પર્વમાં અંકલેશ્વરમાં આગના બે બનાવો સામે આવ્યા હતા.જેમાં જીઆઈડીસી ની એક કંપનીમાં આગ લાગી હતી.તો બીજી અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સીમમાં બનાવાયેલા સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ લગતા વાતાવરણ ઈમરજન્સી વ્હિકલના સાયરનોથી ગુંજી ઉઠ્યું હતું.ઉલ્લેખનીય છે કે ભંગારના ગોડાઉનોમાં સમયાંતરે લગતી આગ પર્યાવરણ સામે ચિંતા ઉભી કરી રહી છે.

એક તરફ ભરૂચવાસીઓ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા હતા.તો બીજી તરફ અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલી ખાતુશ્રી કંપનીમાં એકા એક આગ ભભૂકી ઉઠતાં એક સમયે કામદારોમાં નાસભાગ મચી જવા સાથે જીઆઈડીસીમાં ઈમરજન્સી વ્હિકલના સાયારણથી ગુંજી ઉઠ્યું હતું અને ફાયર કોલ મળતા જ અંક્લેશ્વર ડીપીએમસી સહિત વિવિધ ફાયર ટેન્ડરો લશ્કરો સાથે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.સતત પાણીનો મારો ચલાવી કલાકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.આગના પગલે અંક્લેશ્વર જીપીસીબી,મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.આગ કયા કારણોસર લાગી તે દિશામાં તપાસ હાથધરી હતી.જોકે સદ્દનસીબે આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

તો આગના બીજા બનાવમાં અંકલેશ્વરમાં નોબલ સ્ક્રેપ માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રિએ ભીષણ આગ લગતા દોડધામ મચી હતી.અંકલેશ્વર DPMC ,પાનોલી નોટીફાયર અને અંકલેશ્વર નગરપાલિકાના પાંચ ફાયર ટેન્ડરો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને સતત પાણીનો મારો ચલાવી કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.ઘટનાના પગલે અંકલેશ્વર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.બનાવ સંદર્ભે પોલીસ ચોપડે નોંધ કરી આગ લાગવાના કર્ણની તપાસ શરુ કરવામાં આવી છે. આગની ઘટનાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!