google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratડેડીયાપાડા તાલુકાની માથાસર,વાંદરીદેવરા,પ્રા.શા ખાલ (કણજી) પ્રાથમિક શાળા એક જ શિક્ષકથી ચાલે છે!

ડેડીયાપાડા તાલુકાની માથાસર,વાંદરીદેવરા,પ્રા.શા ખાલ (કણજી) પ્રાથમિક શાળા એક જ શિક્ષકથી ચાલે છે!

- વાલીઓની મજબૂરી : એક જ શિક્ષક હોવાથી વાલીઓ સર્ટિફિકેટ કઢાવી બીજે ભણવા મૂકી દે છે! - મધ્યાહન ભોજન ના ઓરડાની વ્યવસ્થા નથી : શાળાના ઓરડા જર્જરિત જણાયા

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

નર્મદા જિલ્લામાં ગઈકાલથી ત્રિદીવસીય શાળા પ્રવેસોત્સવ શરૂ થયો છે.એક તરફ નર્મદા જિલ્લામાં ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુભેન બાબરિયા પ્રાથમિક શાળાઓની મુલાકાત લઈ રહ્યાં છે તો બીજી તરફ બે દિવસથી આપના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડીયાપાડા તાલુકાની જર્જરિતઅને સુવિધા વગરની માત્ર એકજ શિક્ષકની ચાલતી શાળાઓ ની મુલાકાત લઈ રહ્યાં છે.ગઈ કાલે પાંચ શાળાઓની મુલાકાત માં પણ માત્ર એક જ શિક્ષકથી ચાલે છે,ઓરડા પૂરતા અને સુવિધા વગરના જણાયા હતા.આજે વધુ પાંચ શાળાઓની મુલાકાત લીધી હતી.જેમાં પણ પૂરતા શિક્ષકો નહોતા અને ઓરડા જર્જરિત અને સુવિધા વિનાના જણાયા હતા.

આજે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી- વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા થી ૧૦ થી ૧૫ કિ.મીના નજીકના ગામોની ૬ શાળાના કાર્યક્રમોમાં  ભાગ લીધો જેમાંઘણી ગંભીર અને ચોકાવનારી બાબતો ધ્યાન પર આવી હતી.

ચૈતર વસાવાના જણાવ્યા અનુસાર (૧) માથાસર પ્રા.શા. જેમાં ૧ થી ૮ ધોરણમાં ૪૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.અગાઉ ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ હતા પણ ૧ થી ૮ ધોરણમાં એક જ શિક્ષક હોવાથી વાલીઓ બાળકોને આ શાળામાં મુકાતા નથી. જ્યારે ગામની કુલ વસ્તી ૧૩૩૫ છે.

જયારે માથાસર (ગ) પ્રા.શા.જેમાં ૧ થી ૫ ધોરણમાં ૫૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એક જ કાયમી શિક્ષક જણાયા હતા.અગાઉ ૧૦૦ થી વધુ બાળકો હતા પણ એક શિક્ષક હોવા થી વાલીઓ સર્ટીઓ કઢાવી બીજે ભણવા મુકે છે. 

જયારે વાંદરી પ્રા.શા જેમાં ૧ થી ૫ ધોરણમાં ૨૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.જેમાં એક જ શિક્ષક જણાયા હતા . આ ગામમાં ૧૫૦૦ થી વધુ વસ્તી વસે છે. એક શિક્ષક હોવાથી વાલીઓ સર્ટીઓ કઢાવી બીજે ભણવા મુકી આવે છે.એ ઉપરાંત ખાલ (કણજી) પ્રા.શા જેમાં ૧ થી ૫ ધોરણમાં ૭૦ વિધાર્થીઓ અભ્યાસ કરે છે.તેમાં પણ એક જ શિક્ષક છે. એક ઓરડામાં તમામ બાળકો ભણે છે.બીજી કોઈ પણ જાતની ભૌતિક સુવિધા નથી.જયારે દેવરા પ્રા.શા.જેમાં ૧ થી ૫ ધોરણમાં ૪૫ જેટલા બાળકો અભ્યાસ કરે છે.એક જ શિક્ષક છે.બે ઓરડાઓમાં બાળકોને ભણાવવામાં આવે છે.મધ્યાહન ભોજન ના ઓરડાની વ્યવસ્થા નથી.અહીંની શાળાઓમાં ગુરુ નથી.એક જ શિક્ષક ૧ થી ૫ ધોરણ ને એક જ વર્ગખંડમાં ભણાવે છે.શાળાઓમાં જર્જરીત ઓરડાઓના કારણે કે ઓરડા ન હોવાના કારણે બાળકો ખુલ્લામાં ઝાડ નીચે કે ભાડાના ઘરમાં ભણવા મજબૂર હોવાનું જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!