google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratકલેકટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિઓની બેઠક યોજાઈ

કલેકટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિઓની બેઠક યોજાઈ

- કાયદો વ્યવસ્થા અંગે જરૂરી ચર્ચા કરી પ્રશ્નોના ઝડપી નિકાલ અંગે કલેક્ટર દ્વારા અપાયેલી સૂચના

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંગભાઈ તડવી,નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ અને સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહીને પ્રશ્નોના કાયમી ઝડપી નિકાલ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ દ્વારા ખાણખનીજ, આરોગ્ય વિષયક બાબતો, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં ફાળવાતી ગ્રાન્ટ અને તેનો ઉપયોગ, ખેડૂત ખાતેદારોના આકસ્મિક મૃત્યુ સમયે ચૂકવાતી વીમા સહાય,ગરૂડેશ્વર એપીએમસીનો પ્રશ્ન,સોલાર રૂફટોપ,કુટિર યોજના, પીએમ કુસુમ, સિવિલ
હોસ્પિટલમાં પીએમ રૂમની જોગવાઈ,અન્ન અને નાગરિક પુરવઠા તેમજ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં આઉટ સોર્સિંગ સ્ટાફની ભરતી જેવી બાબતો અંગે રજૂ કરેલા પ્રશ્નો મુદ્દે વિગતવાર અમલીકરણ અધિકારીઓ સાથે ચર્ચા કરી રચનાત્મક સૂચનો કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવી લોક સુખાકારીમાં સુધારો-વધારો લાવવા જિલ્લા કલેક્ટર દ્વારા સૌને આપીલ કરાઈ હતી.
જિલ્લા સંકલનની બેઠક દરમિયાન ચૂંટણી સંબંધિત મતદાન મથકોમાં દિવ્યાંગ મતદાતાઓ અને વયોવૃદ્ધ મતદાતાઓ માટે રેમ્પ બનાવવા અંગે પણ સૂચના આપવામાં આવી હતી.ત્યાર બાદ બીજી બેઠકમાં કાયદો અને વ્યવસ્થા અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.સંકલન સહ ફરિયાદ નિવારણની બેઠક બાદ જિલ્લામાં આગામી સમયમાં લાગૂ થનારા સ્વચ્છતા અભિયાન અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે. જાદવે વિસ્તૃતમાં જાણકારી આપી હતી.સાથે આ અભિયાન લાગુ થતાં જ સરકારી કચેરીઓ, જાહેર સ્થળો,જિલ્લા માંથી પસાર થતા વિવિધ માર્ગોની આસપાસ સફાઈ થાય અને યોગ્ય જાળવણી થવા સાથે સ્વચ્છતા જળવાઈ રહે તે અંગે જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, નાયબ વન સંરક્ષક મિતેશ પટેલ (સામાજિક વનિકરણ), નાંદોદના પ્રાંત અધિકારી ડો. કિશનદાન ગઢવી, દેડિયાપાડાના પ્રાંત અધિકારી ડી.આર.સંગાડા સહિત સંબંધિ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!