(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
૧૮-૦૧-૨૦૨૪ ના રોજ નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદાના ડેડીયાપાડા,સાગબારા,તિલકવાડા,ગરુડેશ્વર અને નાંદોદ તાલુકાના પ્રમુખ, મહામંત્રીઓ અને જિલ્લાના અપેક્ષિત હોદ્દેદારોની મહત્વની આયોજન અંગેની મિટીંગ જિલ્લા પ્રમુખ દીપક જગતાપના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
આગામી દિવસોમાં નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદાના રાષ્ટ્રીય અધ્યક્ષ આશિષ વિદ્યાર્થી તેમજ ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ રામસીભાઈ કરંગીયા અને તેમની ટીમ નર્મદાની મુલાકાતે પધારવાની હોવાથી તેના આયોજન અંગેની મહત્વની ચર્ચા અને સંસ્થાની કામગીરી,જવાબદારી અંગેની ચર્ચા કરવામા આવી હતી.
આ મિટિંગમાં જિલ્લા પ્રમુખ દીપક જગતાપે નરેન્દ્ર મોદી વિકાસ મિશનની કામગીરીનો ખ્યાલ આપી આગામી લોકસભાની ચૂંટણી સમયે જિલ્લા તાલુકાનું સંગઠન મજબૂત કરી રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના છેવાડાના લોકો સુધી પહોચાડવા અનુરોધ કર્યો હતો.તેમજ નર્મદાના લોક પ્રશ્નોની યાદી તૈયાર કરી લોકોના પ્રશ્નો ઉકેલવાની કામગીરી અંગે માર્ગદર્શન અપાયું હતું. તેમજ અયોધ્યામાં રામમન્દિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગ લેવા જ પણ જણાવ્યું હતું.આગામી દિવસોમાં પાંચેય તાલુકા ગ્રામ્ય મિટિંગ ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેમજ દરેકને જવાબદારી સોંપવામાં આવી હતી.
સાથે જિલ્લા મહામંત્રીઓ રાજેશભાઈ વસાવા,રમેશભાઈ વસાવા,ઉપપ્રમુખ હેમંતભાઈ પટેલ સહીત તિલકવાડા તાલુકા પ્રમુખ રમેશભાઈ બારીયા, મહામંત્રી રિન્કેશભાઈ બારીયા, ડેડીયાપાડા તાલુકા પ્રમુખ કરણસિંહ વસાવા,મહામંત્રી સુરેશભાઈ પંચાલ,નાંદોદ પ્રમુખ હેમરાજસિંહ વસાવા, મહામંત્રી પ્રવીણસિંહ ગોહિલ,મંત્રી હિરાજ વસાવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રાજપીપળા ખાતે નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદાની પાંચ તાલુકાના હોદ્દેદારોની બેઠક મળી
- જિલ્લા તાલુકાનું સંગઠન મજબૂત કરી રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના છેવાડાના લોકો સુધી પહોચાડવા અનુરોધ કરાયો - નર્મદાના લોક પ્રશ્નોની યાદી તૈયાર કરી લોકોના પ્રશ્નો ઉકેલવાની કામગીરી અંગે માર્ગદર્શન અપાયું