ભરૂચ,
આગામી તા.૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪ને બુધવાર ના રોજ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે ખેડૂતો સાથે વાર્તાલાપ કરનાર છે.આ પ્રસંગને અનુસંધાને કલેકટર તુષાર સુમેરાનાના અધ્યક્ષપદે સંકલન સમિતીના અધિકારીઓ તથા સંસ્થાના આયોજકો સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેકટર તુષાર સુમેરાનએ સંસ્થાના આયોજકોને રાજ્યપાલના આગમન માટે કરવાની થતી કામગીરી તથા આયોજન બાબતે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત સંકલન સમિતીના અધિકારીઓને પણ તેમના કાર્યક્ષેત્રમાં આવતી કામગીરી કરવા તથા સંસ્થાના આયોજકો સાથે સંકલન સાધી કાર્યક્રમ સુપેરે પાર પડે તેવું આયોજન કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર એન.આર.ધાંધલ, પ્રાંત અધિકારી જે.એસ.બારીયા સહીત જિલ્લાના અધિકારીઓ અને સંકલન સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.