google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratનરેશ પટેલના જન્મદિવસે રાજકોટ શહેરમાં યોજાશે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

નરેશ પટેલના જન્મદિવસે રાજકોટ શહેરમાં યોજાશે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

- નરેશ પટેલના જન્મદિવસે રાજકોટ શહેરમાં યોજાશે મેગા બ્લડ ડોનેશન કેમ્પ : રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે સવારે ૮ થી ૧૨ વાગ્યા સુધી મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

રાજકોટ,
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વર્ષે પણ નરેશ પટેલના ૫૯ મા જન્મદિવસે રાજકોટ શહેરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે ૧૧ જુલાઈને ગુરુવારે સવારે ૮ થી બપોરે ૧૨ વાગ્યા સુધી રાજકોટ શહેરના ન્યૂ માયાણીનગર વિસ્તારમાં આવેલા શ્રી સરદાર પટેલ ભવન ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરીને આ રાષ્ટ્રસેવામાં સહભાગી થવા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત સમયસર રક્ત મળી રહે તેવા ઉમદા હેતુથી છેલ્લા ૨૪ વર્ષથી નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ દર વર્ષે તેઓના જન્મદિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.વર્ષોથી સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, કુદરતી આપત્તિઓમાં સહાય સહિતના સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે.જેમાં હજારોની સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓને નરેશ પટેલના માધ્યમથી રક્ત પહોંચાડે છે.રક્તદાન કેમ્પમાં તમામ સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાઈને ઉત્સાહથી રક્તદાન કરે છે.
આ વર્ષે પણ નરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે ૧૧ જુલાઈના રોજ રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.જાહેર જનતાને આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાવા અપીલ કરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!