ભરૂચ,
ભરૂચમાં બે સૈકાથી પણ વધુ પૌરાણિક પરંપરા મુજબ દિવાસાના દિવસે શહેરના ભોઈવાડમાં મેઘરાજાની સાડા પાંચ ફૂટ ઉંચી પ્રતિમાનું શાસ્ત્રોકત વિધિ સાથે શ્રધ્ધાભેર સ્થાપન કરાયું હતું.શ્રાવણ વદ દશમના દિવસ સુધી મેઘરાજાના લોકો દર્શન કરી શકશે.શ્રાવણ વદ દશમે મેઘરાજાની પ્રતિમાનું નર્મદા નદીના જળમાં વિસર્જન કરવામાં આવે છે.
છપ્પનીયા દુકાળના સમયમાં વરસાદની માંગ સાથે ભરૂચ માં ભોઈ સમાજના લોકોએ અષાઢ વદ ચૌદશની રાત્રે માટીની લગભગ સાડાપાંચ ફૂટ ઉંચી મેઘરાજાની કલ્પિત મૂર્તિ બનાવી હતી.તેમણે મેઘરાજા પાસે વરસાદની પ્રાર્થના કરી હતી.અનેક વિનવણીઓ છતાં વરસાદ નહિ વરસતા લોકોએ મુર્તિ ખંડિત કરી નાખવાની ચીમકી આપી હતી.ત્યાં તો મળસ્કે વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો.બે સૈકાથી પણ વધુ પુરાણી અષાઢ વદ ચૌદશની રાત્રીએ મેઘરાજાની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરવાની ભરૂચની આગવી સાંસ્કૃતિક પરંપરા ચાલી આવે છે.બીએનઆઈ ન્યુઝ
મેઘરાજાની પ્રતિમા સાડા ત્રણ ફૂટ પહોળી અને વજનમાં આશરે ૩૫૦ કિલો વજનની હોય છે.દર વર્ષે મેઘરાજાની માટીની મૂર્તિ અષાઢ વદ ચૌદશની રાતે ભોઈ સમાજના લોકો જાતેજ પૂજન અર્ચન સાથે બનાવે છે.વર્ષોથી મૂર્તિના આકાર, કદ, ભાવ વગેરે માં લેશમાત્રનો ફેર પડતો નથી. મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કર્યા બાદ શ્રાવણ માસની નિયત તિથિએ શણગાર અને સજાવટ કરવામાં આવે છે.મેઘરાજાની પ્રતિમા સાથે નાના બાળકોને ભેટાડવાથી તેમનું આરોગ્ય સારૂ રહેતું હોવાની માન્યતા પણ પ્રર્વતે છે.શ્રાવણ વદ સાતમ,આઠમ અને નોમ ના મેળામાં માનવ મહેરામણ ઉમટી શ્રાવણ વદ દશમને દિવસે સાંજે મેઘરાજા નગરજનોના ખબર અંતર અર્થે નીકળી મેઘરાજાની પ્રતિમાનું નર્મદા નદીના પાવન જળમાં વિસર્જન કરવામાં આવે છે.આમ મેઘ ઉત્સવનું સમાપન થતું હોય છે.બીએનઆઈ ન્યુઝ
સોશ્યલ મીડિયાના જમાનમાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા આયોજકો વર્ષો જૂની પરંપરાની ઐસી કી તૈસી કરી રહ્યા હોય તેમ મેઘરાજાની પ્રતિમા જયારે તૈયાર કરવામાં આવે છે ત્યારે તેના કોઈપણ જાતના વિડીયો કે ફોટા કેદ કરવામાં આવતા ન હતા.પરંતુ આયોજકો ની લાપરવાહી અને નિષ્ક્રિયતાના કારણે સમાજના આયોજકના જ કેટલાક લોકો સોશ્યલ મીડિયા ઉપર પ્રસિદ્ધિ મેળવવા માટે મૂર્તિ બનાવતા વિડીયો તૈયાર કરી સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરતા ઘણા ભક્તોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.બીએનઆઈ ન્યુઝ