google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Home Gujarat હવામાન વિભાગની આગાહીના પગલે સતત બીજા દિવસે પણ ભરૂચ જીલ્લામાં મેહુલિયાની બેટિંગ

હવામાન વિભાગની આગાહીના પગલે સતત બીજા દિવસે પણ ભરૂચ જીલ્લામાં મેહુલિયાની બેટિંગ

- ભરૂચ જીલ્લાના ૯ તાલુકામાં ધમાકેદાર વરસાદના પગલે ખેડૂતો ખુશ ખુશાલ

0
30

ભરૂચ,
ભરૂચ જીલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો અને વરસાદ વરસતા ભરૂચના અનેક વિસ્તરોમાં વરસાદી પાણી ભરવાનું યથાવત રહેતા ભરૂચના માર્ગો જળમાર્ગમાં ફેરવાયા હતા.જેના પગલે વાહન ચાલકોના વાહનો પણ ખોટકાય પડયા હતા.જીલ્લાના ૯ તાલુકામાં ધમાકેદાર વરસાદના પગલે ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા હતા.
હવામાન વિભાગની આગાહીના પગલે ભરૂચ જીલ્લામાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ યથાવત રહ્યો હતો.જેના પગલે ભરૂચના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાનું યથાવત રહેતા ભરૂચ શહેરના કસક,સેવાશ્રમ રોડ,દાંડિયા બજાર,ફાટાતળાવ,ફુરજા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ રહેતા ભરૂચ નગર પાલિકાની પ્રિમોન્સુન કામગીરીનું સુરસુરિયું થઈ જતા નગરપાલિકાના કાંસ સફાઈના લાખો રૂપિયા પ્રથમ વરસાદી પાણીમાં ગયા હોય તેવો અનુભવ ભરૂચવાસીઓ કરી રહ્યા છે.સાથે ભરૂચના ઝાડેશ્વર અને શ્રવણ ચોકડીના સોસાયટી વિસ્તારોમા વરસાદી પણ ભરાય જતા ભરૂચમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભરૂચ શહેરમાં વરસાદી કાંસમાં જે પ્રમાણે કાંસમાં રહેલો કચરો સાફ કર્યા બાદ તે માંથી નીકળેલો કચરો ન ઉઠાવતા અને ત્યાં જ પડી રહેવા દેતા વરસાદમાં પાણી સાથે કાંસમાં કચરો જતા અનેક સ્થળોએ કાંસ જામ થઈ જવાના કારણે વરસાદી પાણી ભરાય રહેવાની નોબત આવતા અનેક વિસ્તરોમાં વરસાદી પાણીથી જળબંબાકારની સ્થિતિ ઉભી થતા લોકોને હાલાકી નો સામનો કરવો પડતાં લોકે ભરૂચ નગરપાલિકાના નગર સેવકો અને અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવા આક્ષેપો કરી રહ્યા છે.
ખેતરોમાં ચોમાસુ પાક લગતા વિવિધ પાકોને લગતી વાવણી શરુ થશે.છેલ્લા કેટલાક સમયથી વરસાદની આતુરતા પૂર્વક રાહ જોતા ખેડુતોએ ખેતરમાં ખેડાણ કરી વાવણી માટે રાહ જોતા હતા.ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પડેલા વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

  • બપોરના ૧૨ થી ૨ વાગ્યા સુધીના વરસાદી આંકડા
    આમોદમાં ૨ મી.મી,હાંસોટમાં ૧૫ મી.મી,અંકલેશ્વરમાં ૯ મી.મી,વાલીયામાં ૮ મી.મી,માં નેત્રંગમાં ૬ મી.મી,ભરૂચમાં ૯ મી.મી,વાગરામાં ૩ મી.મી,ઝઘડીયામાં ૬ મી.મી મળી કુલ  ૫૮ મી.મી વરસાદ નોંધાયો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!