(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
છોટાઉદેપુર જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અને અભિયાનો જેવા કે ટીબી મુક્ત ભારત, ટીબીની લક્ષણો ,સરકાર દ્વારા મળતા લાભો, નશાબંધી,વ્યસન મુક્તિ જેવી વિવિધ યોજનાઓની માહિતી આપી વેશ ભૂષા સાથે જ્ઞાન સાથે ગમ્મત દ્વારા કાર્યક્રમ કરેલ જેમાં કલારાણી ગામે જનજાગૃતિ માટે લોકનાટ્ય ભવાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકનાટ્ય ભવાઈના માધ્યમથી સરકારની ટીબીના દર્દીઓ માટે આરોગ્ય સુવિધાઓ તેમજ સહાય યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. કલારાણી આયુષ મેડિકલ ઓફિસર અસ્મિતાબેન ક્ષય રોગના લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરી હતી.ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને દત્તક લઈને દર મહીને સારવાર શરૂ રહે ત્યાં સુધી પ્રોટીનયુક્ત કીટ આપવામાં આવી રહી છે. કીટની ઉપયોગીતા વિશે દર્દીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આ કીટ સાથે દર્દીઓને હુંફ આપી એમની સાથે નિયમિત સંપર્કમાં રહી આત્મીયતા બાંધી એમના સ્વાસ્થય વિશે માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે. સરકાર તરફથી મળતી ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓ અને સરકાર તરફથી મળતી પોષણ સહાય યોજના વિશે આરોગ્ય શિક્ષણ પૂરું પાડ્યું અને જનજાગૃતિ માટે પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.વધુમાં કલારાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા વિસ્તારમાંથી ટીબીની સારવાર પૂર્ણ કરેલ દર્દીને ટીબી ચેમ્પિયન બનાવવા અને ‘મારો વિસ્તાર ટીબીમુક્ત વિસ્તાર’ બનાવવા અપીલ કરવામાં આવી હતી.સાથે-સાથે નિક્ષય પોષણ સહાય યોજના અંતર્ગત દર્દીના બેન્ક ખાતામાં દર માસે ૫૦૦ રૂપિયા ડી.બી.ટી મારફતે સીધા જમા કરવામાં આવે છે.આમ તમામ માહિતી આપવામાં આવી હતી.