google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratમંત્રી ભાનુભેન બાબરિયા ગરૂડેશ્વર તાલુકાની શાળાઓમાં ભુલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો

મંત્રી ભાનુભેન બાબરિયા ગરૂડેશ્વર તાલુકાની શાળાઓમાં ભુલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો

- ગરૂડેશ્વરની એકતાનગર સ્થિત વીર ભગતસિંહ પ્રાથમિક શાળા નંબર-૧, વીર સુખદેવ શાળા નંબર-૨ અને માધ્યમિક શાળા એકતાનગર તથા શ્રી સ્વામી નારાયણ માધ્યમિક શાળાઓમાં સહભાગી થતા મંત્રી ભાનુબેન બાબરિયા

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

સમગ્ર ગુજરાતની સાથે નર્મદા જિલ્લામાં પણ ત્રિ- દિવસીય પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુભેન બાબરિયા ગરૂડેશ્વર તાલુકાની શાળાઓમાં પહોંચ્યા હતાં. ભુલકાઓનું વિદ્યામંદિરમાં નામાંકન કરાવ્યું હતું.તેઓ એકતાનગર સ્થિત વીર ભગતસિંહ પ્રાથમિક શાળા નંબર-૧, વીર સુખદેવ શાળા નંબર-૨ અને માધ્યમિક શાળા એકતાનગર તથા શ્રી સ્વામી નારાયણ માધ્યમિક શાળા ખાતેના કાર્યક્રમમાં સહભાગી થયા હતાં. 

મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૩થી શાળા પ્રવેશોત્સવના શુભારંભ કરાવ્યો હતો.વડાપ્રધાનના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવની નર્મદા જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં પણ આ વર્ષે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.જેનો મુખ્ય ઉદ્દેશ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને બાળકોની ક્ષમતામાં વધારો થાય. 

વધુમાં જણાવ્યું કે, બાળકોનો ડ્રોપ આઉટ રેશિયામાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાયો છે અને બાળકોનુ શાળામાં હવે સો ટકા નામાંકનની સિદ્ધિ હાંસલ કરવામાં આપણને સફળતા મળી છે.એક પણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહી જાય તેની રાજ્ય સરકારે પુરતી કાળજી લીધી છે.મંત્રીના હસ્તે આંગણવાડી, બાલવાટિકાનાં ભુલકાઓને શાળામાં પ્રવેશ અપાવીને શૈક્ષણિક કીટ, દફતર ભેટ સ્વરૂપે આપી હતી. જ્યારે ધો. ૦૯ અને ૧૧ નાં વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તકો મંત્રીના હસ્તે આપવામાં આવ્યા હતા. શાળામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન સિદ્ધિ હાંસલ કરનાર અને રમત-ગમતમાં આગળ આવનાર બાળકોને સન્માનિત કર્યા હતા. મંત્રીએ શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક કરી ચર્ચા કરીને ગુણવત્તાલક્ષી શિક્ષણ, ટેકનોલોજીના માધ્યમથી મળે શાળામાં ભૌતિક સુવિધાઓ, બાળકોના અભ્યાસનું વર્ગખંડનું નિરિક્ષણ સહિતની બાબતો અંગે વિશેષ પ્રાધાન્ય આપી રચનાત્મક સૂચનો કર્યા હતા બાદમાં શાળાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું. 

આજે ૨૬ મી જૂનના રોજ અંદાજિત નર્મદા જિલ્લાનાં પાંચે તાલુકાઓ પૈકી નાંદોદમાં કુલ ૫૧, ગરૂડેશ્વરમાં કુલ ૪૪, તિલકવાડામાં કુલ ૩૭, દેડિયાપાડામાં કુલ ૮૧ અને સાગબારામાં કુલ ૩૯ શાળાઓમાં ભુલકાંઓ, વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, પદાધિકારીઓના હસ્તે પ્રવેશ કરાવ્યો છે.કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો દ્વારા શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!