google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Home Gujarat પુરષોતમ રૂપાલાના બચાવમાં આગળ આવ્યા સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર : રૂપાલાને માફ...

પુરષોતમ રૂપાલાના બચાવમાં આગળ આવ્યા સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર : રૂપાલાને માફ કરી દેવા જોઈએ

- ચારે તરફથી રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારનું રાજપીપળામાં નિવેદન

0
55

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

પુરષોતમ રૂપાલાનો દ્વારા ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ દિન પ્રતિદિન વધી રહ્યો છે.રોષ શમવાનું નામ લેતો નથી એક તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે છતાં ગુજરાત ભરમા રૂપાલા સામે વિરોધ વધતો જઈ રહ્યો છે ત્યારે પુરષોતમ રૂપાલાના બચાવમાં સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર આગળ આવ્યા છે.

આજે રાજપીપલા ખાતે મુખ્યમંત્રી પધાર્યા હતા ત્યારે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ત્યારે મીડિયા સમક્ષ રૂપાલા મુદ્દે ગુજરાત સરકારનાઅન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુ સિંહ પરમારનું નિવેદન સામે આવ્યું હતું.મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે એ એમની લાગણીનો વિષય છે.કોઈ ને કોઈ મતભેદો હોઈ શકે છે.રૂપાલા સાહેબે આમેય ત્રણ ત્રણ વાર માફી માંગી ચુક્યા છે.માફી સિવાય શુ બીજું હોઈ શકે?જેનો કોઈ વિકલ્પ નથી… તેમણે વધુમાં જણાવ્યુ હતું કે હવે રૂપાલાને માફ કરી દેવા જોઈએ.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!