google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratરિમાન્ડ પુરા થતા ધારાસભ્ય ચૈતર વસાવા ને ડેડીયાપાડા કોર્ટમાં હાજર કરાયા :...

રિમાન્ડ પુરા થતા ધારાસભ્ય ચૈતર વસાવા ને ડેડીયાપાડા કોર્ટમાં હાજર કરાયા : પોલીસ બંદોબસ્ત સાથે રાજપીપલા (જીતનગર) જેલમાં લવાયા

- ૩ દિવસના પોલીસ રિમાન્ડ પુરા થતા ધારાસભ્ય ચૈતર વસાવાને ડેડીયાપાડા કોર્ટમાં હાજર કરાયા હતા જેમના વધુ ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે નકારી

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

દેડિયાપાડાના ‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવા

સહિત ૫ લોકોના રિમાન્ડ કોર્ટે સોમવાર ૧૮ તારીખ ૧૨ વાગ્યાં સુધી નામંજુર કર્યાં હતાં.જે રિમાન્ડ સોમવારે ૧૨ વાગ્યે પુરા થતાં ચૈતર વસાવા સહિત 5લોકોના રિમાન્ડ પુરા થયા હતા.રિમાન્ડ પુરા થતા ધારાસભ્ય ચૈતર વસાવાને ડેડીયાપાડા કોર્ટમાં હાજર કરાયા હતાં.બન્ને પક્ષે સામસામે દલીલો કરાઈ હતી જેમાં જેમાં પિસ્તોલ મળી નથી.તેથી પોલીસે વધુ ૧૦ રિમાન્ડની માંગણી કરી હતી.પણ કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યાં હતાં.કોર્ટનાં હુકમ મુજબ આજે ધારાસભ્ય ચૈતર વસાવાને ડેડીયાપાડાથી પોલીસ બંદોબસ્ત સાથે રાજપીપલા (જીતનગર) જેલમાં લવાયા હતાં અને  ડેડીયાપાડા કોર્ટમાં જમીન અરજીની સુનાવણી હાથ ધરાઈ રહી છે.બપોરે 2 વાગે ચૈતર વસાવા સહીત અન્ય પાંચઆરોપીઓને પણ રાજપીપલા (જીતનગર) જેલમાં લવાયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે રિમાન્ડ દરમ્યાન ઘણી માહિતી પોલીસે ચૈતર વસાવા પાસેથી મેળવી છે.જેમાં રિમાન્ડ દરમ્યાન પોલીસે૩૦ હજારની બાકી વસુલાત પણ કબ્જે કરી લીધી છે પણ પિસ્તોલ મળી નહોતી.વધુમાં રાજપીપળા ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાની રિમાન્ડ દરમ્યાન પૂછપરછમાં જંગલની જમીન ખેડાણમાં તેઓએ વન કર્મીઓને ઘરે બોલાવ્યા હોવાનું કબુલ્યું હોવાનું પોલીસ જણાવી રહી છે.પોલીસે ૬૦ હજાર પડાવી લેવાના કેસમાં પીઠા ગ્રાઉન્ડ ખાતે થયેલી બેઠકમાં બાકીના ૩૦ હજાર પર ચૈતર વસાવાના નજીકના વ્યક્તિ પાસેથી રિકવર કરી લીધા છે. હવે હથિયાર જ કબ્જે કરવાનું બાકી છે. અન્ય ૪ આરોપીને દેડિયાપાડા રાખી પૂછપરછ હાથ ધરાઇ હતી.જો કે તેઓએ પણ ઘટનામાં તેઓનો કોઇ દોષ નહિ અને આવો કોઈ જ ગુનો બન્યો નહિ હોવાનો ચૈતર વસાવા જેવો જ રાગ આલાપ્યો હતો.ધારાસભ્યને પોલીસ સુરક્ષા બંધોબસ્ત સાથે તેમના ઘરે, ખેતરમાં પોલીસ લઈ ચેકીંગ પણ કર્યું હતું.વન કર્મીઓ પર હુમલો, ફાયરીગ અને બળજબરીથી રૂા. ૬૦ હજાર પડાવી લેવાના કેસમાં રાજકીય વળાંક, ડ્રામાં, એક્શન વચ્ચે લોકસભા ચૂંટણી ૨૦૨૪ વચ્ચે સમગ્ર ગુજરાતની નજર આ કેસ પર કેન્દ્રિત છે.એક મહિનો અને ૧૦ દિવસ બાદ ચૈતર વસાવા ભૂગર્ભમાંથી બહાર આવી હાજર થયા હતા. પોલીસ ડેડીયાપાડા પોલીસ સમક્ષ શક્તિ પ્રદર્શન સાથે તેમની સાથે અન્ય પાંચ આરોપીઓએ આત્મ સમર્પણ કર્યું હતું. દેડિયાપાડા કોર્ટે ચૈતર વસાવા સહિત ૫ આરોપીના ૩ દિવસના રીમાન્ડ આપ્યા હતા. પોલીસ કસ્ટડી અને રીમાન્ડ દરમ્યાન બંધારણીય હોદો ધરાવતા ચૈતર વસાવા માટે ઘરેથી ભોજન આવ્યું હતું. જો કે તેઓએ ઘરનું ટિફિન પાછું મોકલી દીધું હતું અને પોલીસે આપેલ દાળ-ભાત, શાક,રોટલીને જ યોગ્ય ગણાવી ભોજન આરોગ્યું હતું.આ સમગ્ર ઘટનાની નજરે રાજકીય પક્ષો પર ખોડાઈ છે ઘટના ગમે તે હોય અને જેના જે પરિણામ કે ચૂકાદો ગમે તે આવે. સૌથી મોટો લાભ મનસુખ વસાવાને મળશે. કેમ કે આ વખતે લોકસભામાં મનસુખભાઈ ની ટીકીટ કપાવવાની હતી. પણ ચૈતર વસાવાના લીધે તેઓને જીવતદાન મળી ગયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!