google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratછોટાઉદેપુરના કલારાણી અને ડેરિયા પ્રાથમિક શાળાઓમાં બાળકોને પ્રવેશ કરાવતા ધારાસભ્ય જયંતિ રાઠવા

છોટાઉદેપુરના કલારાણી અને ડેરિયા પ્રાથમિક શાળાઓમાં બાળકોને પ્રવેશ કરાવતા ધારાસભ્ય જયંતિ રાઠવા

- ત્રણેય શાળાના ૧૫૬ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવતા ધારાસભ્ય જયંતિ રાઠવા

(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)

કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ ૨૦૨૪ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં પ્રવેશોત્સવના  કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.ત્યારે છોટાઉદેપુર જીલ્લાના ડેરિયા પ્રાથમિક શાળા તેમજ કલારાણી પ્રાથમિક શાળા ખાતે પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિ રાઠવા ઉપસ્થિત રહી બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.જેમાં ડેરિયા પ્રાથમિક શાળાના બાલવાટિકા ના ૮ વિદ્યાર્થીઓ, કલારાણી પ્રાથમિક શાળાના બાલવાટિકા ના ૨૮ અને ધોરણ.૧ ના ૩ વિદ્યાર્થીઓ,શ્રી સાં.ગો.પટેલ સાર્વજનિક વિદ્યાલય કલારાણી ના ધોરણ- ૯ ના ૫૬ અને ધો.૧૧ ના ૬૧ વિદ્યાર્થીઓ મળી ત્રણેય શાળાના કુલ ૧૫૬ વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો.

શાળાની બાળાઓ દ્વારા સૌપ્રથમ ભારતીય સંસ્કૃતિ પરંપરાગત પ્રાર્થના અને સ્વાગત ગીત દ્વારા કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી.પ્રવેશોત્સવ પ્રસંગે આવેલ મહેમાનોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવા આવનાર બાળકોને દફ્તર, શૈક્ષણિક કીટ તેમજ ચોકલેટ આપીને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. 

ઘારાસભ્ય દ્વારા પ્રસંગોચિત વકતવ્ય દ્વારા શાળા પ્રવેશોત્સવનું મહત્વ સમજાવીને વિધ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે રૂચિ કેળવીને સુંદર ભવિષ્યના નિર્માણ માટે કટિબધ્ધ બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો, તેમજ કન્યા કેળવણીનું મહત્વ સમજાવીને બાળાઓને પણ પ્રાથમિક શિક્ષણથી શરુઆત કરીને ઉચ્ચ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા પ્રોત્સાહન આપ્યું હતું. તેમજ રાજ્ય સરકારની શિક્ષણ સહિત દરેક કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

અત્રે નોંધનીય છે કે.શિક્ષણના માધ્યમથી બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ઘડવા અને દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૦૩ થી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે.ત્યાર બાદ પ્રવેશોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વૃક્ષો વાવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ અનિરુદ્ધ પટેલ,અગ્રણીઓ મુબારક ખત્રી, સુધીર દેસાઈ,ગેમસિંગ રાઠવા,શાળાના આચાર્ય, અઘ્યાપક ગણ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!