google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, April 16, 2024
HomeGujaratધારાસભ્ય જયંતી રાઠવાના હસ્તે ઝાબ થી પાણીબાર તેમજ સાઢલી થી ઝાંઝરઝોલ ને...

ધારાસભ્ય જયંતી રાઠવાના હસ્તે ઝાબ થી પાણીબાર તેમજ સાઢલી થી ઝાંઝરઝોલ ને જોડતા નવીન બનનાર ડામર રોડનું ખાત મુહૂર્ત કરાયુ

- ધારાસભ્ય દ્વારા રૂ.૧.૯૦ કરોડ તેમજ ૨.૧૦ કરોડના ખર્ચે તૈયાર થનાર બંને માર્ગોનું ખાત મુર્હૂત કરાયું

(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ઝાબ બસ સ્ટેન્ડથી નાયકા ફળિયા સ્મશાનને પાણીબાર જોડતા રૂ.૧.૯૦ કરોડને ખર્ચે તૈયાર થનાર માર્ગ અને સાંઢલી મેન ડામર રોડ થી ડામર ફળિયા વિસ્તાર થઈને ઝાંઝરઝોલ ને જોડતો રૂ.૨.૧૦ કરોડના ખર્ચે તૈયાર થનાર માર્ગનું ખાત મુર્હૂત 138 પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિ રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું.ગામ લોકોને પડતી હાલાકી જોઈ ધારાસભ્ય જયંતી રાઠવા દ્વારા આ બંને રસ્તા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩ મા વહીવટી મંજૂરી આપવામાં આવી હતી.આ બંને રસ્તાઓ માટે ગ્રાન્ટ મંજૂર કરતાં પાવીજેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતી રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.અવાર નવાર ધારાસભ્ય સરકારમાં રજૂઆતો કરી અત્યંત જરૂરિયાતવાળા કામો મંજુર કરાવી લાવી રહ્યા છે.જેતપુરપાવીનાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા દ્વારા અનેક ગામોમાં નવીન રોડ રસ્તાઓ બનાવવામાં આવ્યાં છે.આ અંગે ધારાસભ્ય જયંતિ રાઠવાએ જણાવ્યું હતું કે, મારી પ્રજાને તકલીફ ના પડે તે હેતુથી મંજૂર કરવામા આવેલા રસ્તાનું ખાત મુર્હુત કરવામાં આવ્યું છે.સ્થળ પર કામગીરી વ્યવસ્થિત થાય અને સમય મર્યાદામા કામ પૂર્ણ થાય તેવા ધારાસભ્યે સૂચન કર્યા છે.ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી ધારાસભ્યનો આભાર માન્યો હતો.વધુમાં જયંતી રાઠવાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને ખેતીના વિકાસ માટે સરકાર હંમેશાં પ્રગતિશીલ રહે છે.રાજ્ય સરકાર લોકોના વિકાસ માટે જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકતી રહે છે.સરકારની આવી વિવિધ યોજના થકી લોકોનો આર્થિક,શારીરિક અને સામાજિક એમ સર્વાંગી વિકાસ થાય છે.આ રસ્તાનું નિર્માણ પામતા ગામના લોકોની સગવડમાં ચોક્કસપણે વધારો થશે.જેના કારણે ગામના વિકાસને વેગ મળશે અને ગ્રામજનોના વિકાસમાં આવતી મુશ્કેલી અને અગવડો દૂર થશે. આ પ્રસંગે પાવીજેતપુરના ધારાસભ્ય જયંતી રાઠવા, પાવીજેતપુર તાલુકા પંચાયત પ્રમુખ મુકેશ રાઠવા,ગામના સરપંચ કાળુ રાઠવા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!