(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
જેતપુર પાવી વિધાનસભાના સજવા જિલ્લા પંચાયતના ભિંડોલ ગામે ભિંડોલ પ્રાથમિક શાળા તેમજ સાઢલી ગામે સાઢલી પ્રાથમિક શાળાના નવીન ઓરડા બનાવવા માટે માનનીય ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.ત્યારે જેતપુર પાવી તાલુકાના સાઢલી પ્રા શાળા તેમજ ભિંડોલ પ્રા શાળાના નવીન ઓરડાની મંજૂરી મળતા નવા ઓરડા બનાવવા માટે ધારાસભ્ય ના હસ્તે ભૂમિ પૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી ધારાસભ્યનો આભાર માન્યો હતો.જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતી રાઠવા,છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજય રાઠવા,ભિંડોલ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ધર્મિષ્ઠાબેન શંકર રાઠવા,સાઢલી ગ્રામ પંચાયતના સરપંચ લાલુ રાઠવા, પાણીબાર જુથ ગ્રામ પંચાયતના સરપંચ કાળુ, ભિંડોલ તાલુકા પંચાયતના સભ્ય હસમુખ,તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય શૈલેષ તેમજ શાળાના શિક્ષક ભાઈઓ અને બહેનો અને ગામના સૌ અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.