(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
કવાંટ તાલુકાના માણાવાંટ તેમજ નળવાંટ ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનું પાવીજેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં ખાતમૂર્હત કરવામાં આવ્યુ હતુ.આ તકે ધારાસભ્ય જયંતિભાઈએ જણાવ્યું હતું કે,સરકાર છેવાડાના નાગરિકોની સુખાકારી વધારવા માટે સતત પ્રયત્નશીલ રહે છે નાગરિકોના આરોગ્યની ચિવપૂર્વક કાળજી લઈ રહી છે.આજે અહીં પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમૂર્હત કરવામાં આવ્યું છે.આ પેટા આરોગ્ય કેન્દ્રથી વિસ્તારના લોકોને આરોગ્યની સુવિધા મળી રહેશે. આ કાર્યક્રમમાં પાવીજેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા,કનલવા જિલ્લા પંચાયતના સભ્ય સુરેશભાઈ રાઠવા, કવાટ તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ સંજયભાઈ રાઠવા, કવાંટ તાલુકા સંગઠન મહામંત્રી મહેન્દ્રસિંહ રાજપુત, ગુજરાત શિક્ષણ સંઘના ઉપપ્રમુખ માધુભાઈ રાઠવા, કવાંટ તાલુકા હેલ્થ ઓફિસર, માણાવાંટ ગ્રામ પંચાયતના સરપંચ સંદીપભાઈ રાઠવા, કૈડાવાંટ ગ્રામ પંચાયતના સરપંચ અશોકભાઈ રાઠવા, રાયપુર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ નિલેશભાઈ રાઠવા, પાનવડ ગ્રામ પંચાયતના સરપંચ ઈન્દ્રસિંહ રાઠવા,સિંહાદા તાલુકા પંચાયતના માજી સદસ્ય ડુંગરસિંહ રાઠવા તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.